• નવા માળખામાં યુવા મોરચાનાં પ્રમુખ સહિત ચાર ડોક્ટર અને સાત મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો
  • મોટા ભાગના ચહેરાઓને રીપીટ પણ કરવામાં આવ્યાં

#Rajkot - શહેર BJP નું નવુ માળખું જાહેર, ત્રણેય મહામંત્રી રિપીટ, સાત નવા ચહેરાઓને સ્થાન

WatchGujarat. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા શહેર ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ત્રણેય મહામંત્રીઓને રિપીટ કરવાની સાથે-સાથે સાત નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો નવા માળખામાં યુવા મોરચાનાં પ્રમુખ સહિત ચાર ડોક્ટર અને સાત મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મોટા ભાગના ચહેરાઓને રીપીટ પણ કરવામાં આવ્યાં છે.

આજે જાહેર થયેલા શહેર ભાજપનાં નવા માળખામાં ઉપપ્રમુખ પદે વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલ કાથરોટીયા, કેતન પટેલ અને કંચનબેન સિધ્ધપુરાને રીપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે પ્રદિપ ડવ,મહેશ રાઠોડ,પુનીતાબેન પારેખ અને કિરણબેન માંકડીયાને ઉપપ્રમુખ પદે નવુ સ્થાન મળ્યું છે. મહામંત્રી પદે દેવાંગભાઈ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડને રીપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે મંત્રીપદે વિક્રમ પુજારા, દિવ્યરાજસિંહ ગોહિલ, રઘુ ધોળકીયા અને જયોત્સનાબેન હળવદીયાને રીપીટ કરવામાં આવ્યાં છે. તો માધવભાઈ દવે, રસીલાબેન સાકરીયા, ડો.દર્શીતાબેન શાહ સહિત ડો. ઉન્નતીબેન ચાવડાને મંત્રીપદે નવુ સ્થાન આપવામાં આવ્યું છે. આ માળખામાં કોષાધ્યક્ષ અનિલ પારેખની સાથે કાર્યાલય મંત્રી તરીકે હરેશ જોષીની જવાબદારીઓને યથાવત રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરત શહેર ભાજપનાં નવા માળખાની જાહેરાત થયા બાદ રાજ્યના તમામ મહાનગરોમાં ભાજપનાં નવા માળખાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. દરમિયાન આજરોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ આ નવું માળખું જાહેર કરતા ભાજપ કાર્યાલયે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જૂના જોગીઓએ નવા આવેલા સભ્યોને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો.

More #BJP #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud