• શહેરના ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ICU વોર્ડમાં આગની ઘટના બની હતી.
  • અગ્નિકાંડની તપાસ માટે તાત્કાલીક SITની રચના કરવામાં આવી
  • FSL અને PGVCLનો આજ સાંજ સુધીમાં રિપોર્ટ આવે તેવી શક્યતા
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ લાગેલી આગનો હજી સુધી FSL રિપોર્ટ આવ્યો નથી.

#Rajkot : હોસ્પિટલ અગ્નિકાંડ – “ઘમણ” વેન્ટિલેટરના કારણે જ આગ લાગી હોવાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો આરોપ

WatchGujarat. કોરોનાથી દર્દીઓને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ધમણ વેન્ટિલેટરનો હોસ્પિટલમાં ઉપયોગ શરૂ કરાયો હતો. ધમણમાં અનેક ખામીયો જોવા મળતા સરકારે એક તબક્કે તેનો ઉપયોગ નહીં કરવાનો દાવો કર્યો હતો. છતાંય તેનો ઉપયોગ ચાલુ રહેતા દર્દીઓના જીવ ફરી એક વાર જોખમમાં મુકાઇ રહ્યાં છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરમાં જ આગ લાગી હોવાના CCTV ફુટેજ સામે આવ્યાં હતા. જ્યારે રાજકોટની ઉદય હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરના કારણે જ આગ લાગી હોવાનો કોંગ્રેસ નેતાએ આરોપ મુક્યો છે.

શહેરની ઉદય શિવાનંદ હોસ્પિટલ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જ્યાં ICUમાં 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં ગુરૂવારે મોડી રાત્રે અચાનક લાગેલી ભયાનક આગમાં 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ બનાવની ગંભીરતાને જોતા સરકારની વિવિધ ટીમો દ્વારા તાત્કાલીક તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડની તાપસ માટે SIT કમીટીની પણ રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય અધિકારી મનોહરસિંહ જાડેજાના નિરિક્ષણ હેઠળ તપાસ કરાઇ રહીં છે. 

ઉદય હોસ્પિટલમાં લાગેલી તપાસ અર્થે શનિવારે સર્કિટ હાઉસ ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી. SITના અધિકારી મનોહરસિંહ જાડેજા, એ કે રાકેશ, સચિવ રાહુલ ગુપ્તા અને કલેકટર મનપા કમિશનર DDO તેમજ પોલીસ કમિશનર બેઠકમાં હાજર રહ્યાં હતા. ફાયર બ્રિગેડ,PGVCL અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો બનાવીને સમગ્ર મામલની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં વીજ કનેકશન, વીજ લોડ,ફાયર સેફટીના સાધનો,આરોગ્ય વિભાગની જરૂરી મંજૂરી સહિતની તપાસ કરવામાં આવી રહીં છે.

તેવામાં ઉદય હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના ધમણ વેન્ટિલેટરના કારણે જ સર્જાઇ હોવાનો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો છે. તેઓ જણાવ્યું છે કે, પાંચ લોકોએ જીંદગી ગુમાવી છે. ત્યારે એવી લોક ચર્ચા સામે આવી છે કે, ધમણ વેન્ટિલેટરમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી છે. આ બાબતે ઊંડી તપાસ જરૂરી છે. ગઇકાલે નાયબ મુખ્યમંત્રીએ નિવેધન કરતા દેખાયા છે કે, સરકાર આ બાબતે ઢાંકપીછોડો કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે.

સરકારી અધિકારી કે SITની તપાસમાં અમને વિશ્વાસ નથી. જે અધિકારીને તપાસ સોંપાઇ છે, તેમણે માધ્યમોને જણાવ્યું છે કે, આ મામલે FIR નોંધાઇ નથી હાલ નોંધવાની નથી, સમગ્ર મામલાની સુપ્રિમ કોર્ટે પણ નોંધ લીધી છે અને 1 માર્ચ પહેલા રિપોર્ટ રજૂ કરવાનુ કહેવામાં આવ્યું છે. તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે પગલા લેવાની પણ સૂચના આપવામાં આવી છે. સરકાર ઢાંકપીછોડામાં લાગી છે અને ધમણ નિકળે તો સરકાર ચોક્કસ વધારે ઢાંકપીછોડો કરશે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ ઉદય હોસ્પિટલના તબીબી તેજસ કરમટાએ જણાવ્યું હતુ કે, હોસ્પિટલમાં ધમણ સહીત અન્ય ત્રણ કંપનીઓના વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે મહત્વની બાબત એ પણ છે કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગત તા. 8 સપ્ટેમ્બરના રોડ ICUમાં ધમણ વેન્ટિલેટરમાં જ આગ લાગી હોવાના CCTV ફુટેજ સામે આવ્યાં છતાં હજી સુધી આ ઘટનાનો રિપોર્ટ સરકારને સુપ્રત થયો નથી. ત્યારે ઉદય હોસ્પિટલના અગ્નિકાંડમાં પણ જો ધમણ વેન્ટિલેટર કારણભૂત નિકળે તો વડોદરા જેવો જ ઘાટ ઘડાશે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

More #Rajkot #News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud