• રાજકોટના ત્રિકોણ ચાર રસ્તા પર બનેલી ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • બાઇક પર માસ્ક પહેર્યા વિના પતિ સાથે નિકળેલી પત્નીને પોલીસે રોકી દંઢની કાર્યવાહી કરી હતી.
  • વારંવાર સમજાવ્યાં બાદ પણ પત્નીએ માસ્ક ન પહેરતા પતિ અકળાયો હતો


WatchGujarat. શહેરમાં કોરોનાનાં કહેરને લઈને પોલીસ તેમજ કોર્પોરેશન દ્વારા માસ્કને લઈને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરનાં ત્રિકોણબગ નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. “પોલીસવાળા દંડ લેતા લેશે પતિએ મોર બોલાવ્યો” નાં મેસેજ સાથે વાયરલ થયેલા વિડીયોમાં પત્ની માસ્ક પહેરવા માટે ન માનતા પતિએ લાફો ઝીંકી દીધો હતો.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક દંપતિ બાઈક પર જઈ રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા બંનેને રોકવામાં આવે છે. જેને લઈને પતિ પોતાની પત્નીને માસ્ક પહેરવા માટે સમજાવી રહ્યો છે. પત્ની માસ્ક નહીં હોવાનું કહેતા પતિ તેને બેગમાં રહેલી સાડીને મોઢા ઉપર બાંધી લેવા પણ કહે છે. પરંતુ તેમ છતાં પત્ની નહીં માનતા ઉશ્કેરાયેલા પતિએ પોલીસની હાજરીમાં જ પત્નીને લાફો ઝીંકી દીધો હતો. જેને લઈને પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું. અને બંનેને જવા દેવા પોલીસ પણ મજબૂર બની ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. અને લોકોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરે તેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને લોકોમાં રમૂજ ફેલાઈ રહી છે. જાણવા મળતી વિગતો મુજબ પતિએ લાફો માર્યા બાદ પોલીસે પત્નીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. જો કે પત્નીએ ઈન્કાર કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud