• 150 ફૂટ રિંગરોડ પરથી સ્પાનાં નામે ચાલતા દેહવ્યાપારનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે પર્દાફાશ કર્યો
  • દેહવ્યાપારનાં દલદલમાં ફસાયેલી ત્રણ પરપ્રાંતિય યુવતીઓને મુક્ત કરાવવામાં આવી

#Rajkot - સ્પાનાં નામે દેહવ્યાપાર કૌભાંડ : ગ્રાહક પાસેથી 2300 લઈ યુવતિને 1500 અપાતા
WatchGujarat. સ્પા – શહેરનાં 150 ફૂટ રિંગરોડ પરથી સ્પાનાં નામે ચાલતા દેહવ્યાપારનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. અને ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી એકની ધરપકડ કરવાની સાથે જ દેહવ્યાપારનાં દલદલમાં ફસાયેલી ત્રણ પરપ્રાંતિય યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 2 મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરાનું ડીવીઆર, સ્પાની રજીસ્ટર બુક અને રોકડ રકમ મળી કુલ રૂ.11,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં એક શખ્સનું નામ ખુલતા તેને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને 150 ફૂટ રિંગરોડ પર મવડી રોડ નજીકનાં “નીલા સ્પા” નામના સ્પા-મસાજ સેન્ટરમાં સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો થતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરતા સ્પા સંચાલક દીપેનભાઈ રૂપબહાદુર રાવલ આ કાળો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે દરોડો પાડીને પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

પોલીસને નીલા સ્પામાંથી જયપુર(રાજસ્થાન), દિલ્હી, મણીપુર રાજ્યની 3 યુવતીઓ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સ્પા સંચાલક એક ગ્રાહક દીઠ રૂ.2300 લેતો હતો. અને યુવતિઓને રૂ.1500 આપીને 800 રૂપિયા પોતે રાખતો હતો. પોલીસે ત્રણેય યુવતિને દેહવ્યાપારનાં ચંગુલમાંથી મુક્ત કરાવી સ્પામાંથી જ કોન્ડોમનાં જથ્થા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને દીપેનની પૂછપરછમાં સંદીપ નામના શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

More News #સ્પા #prostitution #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud