સ્થાનિકોમાં કુતુહલ સાથે શોકની લાગણી જોવા મળી
માત્ર 30 સેકન્ડમાં જ યુવકે જીવનનો અંત આણ્યો
Watchgujarat. શહેરમાં આપઘાતની ઘટનાઓ રોજિંદી બની છે. તેમાં પણ ખાસ કરીને યુવાઓ નાની-નાની બાબતમાં આપઘાત કરી લેતા હોવાની ઘટનાઓ આ પહેલા પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં 150 ફૂટ રિંગરોડ પર આવેલા THE SPIRE બિલ્ડીંગનાં 12માં માળેથી જંપલાવી એક યુવકે આત્મહત્યા કર્યાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. યુવકના આપઘાતની આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેના લાઈવ દ્રશ્યોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ યુવક પહેલા પેસેજમાં આવે છે. બાદમાં ઉંચાઈ પરથી નીચે એક નજર કરે છે. અને પાળી પર ચડીને ઉભો થઈ જાય છે. બાદમાં પળનો પણ વિલંબ કર્યા વિના જ ઉલટો કૂદી જાય છે. આમ અંદાજે માત્ર 30 સેકન્ડમાં જ યુવકે જીવનનો અંત આણ્યો હતો. જો કે તેણે આ પગલું ક્યાં કારણોસર ભર્યું તે તો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ 108નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને યુવકની ઓળખ મેળવવા પૂછતાછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવકે 12માં માળેથી જંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ ઘટનાને પગલે સ્થાનિકોમાં કુતુહલ સાથે શોકની લાગણી જોવા મળી રહી છે.
https://twitter.com/watchgujarat/status/1331551716433481731?s=21
બનાવ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે, પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક રૈયા રોડ પર તિરૂપતિ નગરમાં રહેતો 21 વર્ષીય ભાવિક ગિરીશભાઇ ભાતેલીયા હોવાનું સામે આવ્યું છે. તેના પિતા બહારગામ હોઈ માતાને બોલાવી પૂછતાછ કરવામાં આવી હતી. મૃતકની માતાએ જણાવ્યું હતું કે, ભાવિકને માનસિક તકલીફ હોઇ તેની દવા ચાલુ હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી તેણે દવા બંધ કરી દીધી હતી. પરંતુ આજે અચાનક ભાવિક બાઈક લઈને 'ધ સ્પાયર બિલ્ડીંગ'નાં તેરમા માળે આવેલા કિલનીકમાં દવા લેવા આવ્યો હતો. અને આ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક બે ભાઈઓમાં મોટો હોવાનું પણ તેની માતાએ જણાવ્યું હતું.