• હોસ્પિટલનાં કર્મચારીઓને નિવૃત ચીફ ફાયર ઓફિસર દ્વારા આગ બુઝાવવાની તાલીમ આપશે
  • તાજેતરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ સમયે હોસ્પિટલનાં કર્મચારીઓ ફાયરનાં કોઈ જ સાધનોનો ઉપયોગ કરી શક્યા ન હતા

ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં બનશે ફાયર ટ્રેનિંગ સેન્ટર, હોસ્પિટલનાં કર્મચારીઓને અપાશે તાલીમ

WatchGujarat. ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવાની વધતી ઘટનાઓને લઈને રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્યમાં સૌપ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર રાજકોટમાં બનાવવામાં આવશે. જેમાં ખાસ હોસ્પિટલનાં કર્મચારીઓને નિવૃત ચીફ ફાયર ઓફિસર દ્વારા આગ બુઝાવવાની તાલીમ આપવામાં આવશે.

તાજેતરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ સમયે હોસ્પિટલનાં કર્મચારીઓ ફાયરનાં કોઈ જ સાધનોનો ઉપયોગ કરી શક્યા નહોતા. જેને પગલે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને મહાનગરપાલિકાની ફાયર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ હોય તેવો વિચાર તેમણે મૂક્યો છે.

આ અંગે અગ્રવાલે જણાવ્યું હતું કે, ફાયર એનઓસી મેળવાય ત્યારે ફાયરબ્રિગેડ ટ્રેનિંગ આપે છે પણ પછી ક્યારેક એવું બને છે કે, તાલીમ પામેલ કર્મચારી નોકરી બદલી હોય અથવા તો તે હવે બીજે ફરજ નિભાવતા હોવાથી ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં સમસ્યા થાય છે. ત્યારે હવે મનપાના ઈઆરસી ભવનમાં ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે.

મનપાનાં આ ફાયર ટ્રેનિંગ સેન્ટરમાં નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર આર. કે. મહેશ્વરી ટ્રેનિંગ આપશે. એવો પણ નિયમ બનાવવામાં આવશે કે જ્યારે કોઇ હોસ્પિટલમાં નવા કર્મચારી જોડાય ત્યારે તે ફરજ પર હાજર થાય તે પહેલા ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની પાયાની તાલીમ લેશે અને પછી જે તે નોકરી પર હાજર થશે. આ ઉપરાંત નવા ફાયર એનઓસી લેનાર સંસ્થાનાં સ્ટાફને પણ તાલીમ આપવામાં આવશે. હાલમાં જેટલી પણ હોસ્પિટલ છે તેની યાદી બનાવી તેના સ્ટાફને ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનીંગ આપવાનું શરૂ કરવામાં આવશે.

More #ગુજરાત #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud