• હોસ્પિટલ્સ, ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ, પી.જી. – યુ.જી. – નર્સિંગ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડાઇનિંગ હોલ, શોપિંગ કોમ્પ્લેક્સ સહીત અનેક બ્લોક્સનું બનશે
  • મેગા સિટીના નિર્માણની જેમ એઇમ્સ ક્લસ્ટર તૈયાર કરાશે

#Rajkot - મેગા સિટીની જેમ AIIMS ના વિવિધ બિલ્ડીંગનું 1.51 લાખ સ્કવેર મીટરમાં નિર્માણ થશે

WatchGujarat. મેગા સિટીના નિર્માણની જેમ એઇમ્સ ક્લસ્ટર 1,51,800 સ્કવેર મીટરમાં ફેલાયેલું રહશે, જેના માટે ખુબ વિશાળ સંખ્યામાં વિવિધ સ્થળોએ બાંધકામ કરવામાં આવશે, તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. #AIIMS

તબીબી સારવાર માટે જરૂરી હોસ્પિટલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શૈક્ષણિક ભવનોના નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ એઇમ્સ ખાતે હોસ્પિટલ્સ, ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ, પી.જી. – યુ.જી. હોસ્ટેલ, ડાઇનિંગ હોલ, નર્સિંગ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ સહીત અનેક બ્લોક્સ તૈયાર કરવામાં આવશે. #AIIMS


71 હજાર સ્કવેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. 22,500 સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ તૈયાર કરાશે. 2,500 સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ તેમજ કોન્ફરન્સ હોલ, 3,700 સ્કવેર મીટરમાં 250 વ્યક્તિના સમાવેશ સાથેનું નાઈટ શેલ્ટર, 650 સ્કવેર મીટરમાં 14 રૂમનું ગેસ્ટ હાઉસ, 12,000 સ્કવેર મીટર થી વધુ એરિયામાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરવામાં આવશે. 7,400 સ્કવેર મીટરમાં 312 વિદ્યાર્થીઓની ક્ષમતાની પી.જી. હોસ્ટેલ, 5,750 સ્કવેર મીટરમાં 240 ગર્લ્સ અને 240 બોયઝની ક્ષમતાની યુ.જી. હોસ્ટેલ, 1,730 સ્કવેર મીટરમાં ડાઇનિંગ હોલ, 4,000 સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલ અને 4,500 સ્કવેર મીટરમાં 288 નર્સિંગ છાત્રોની હોસ્ટેલ નિર્માણ થશે. 250 સ્કવેર મીટરમાં શોપિંગ કોમ્પ્લેક્સ અને રેસ્ટોરન્ટ ઉપરાંત રમતગમત પ્રવૃત્તિ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પણ હાથ ધરાશે તેમ શ્રમદીપ સિંહાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું.

More #Rajkot #AIIMS #will develop #on scale of #Mega city #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud