56 વર્ષીય મહેશભાઈ ફકીરભાઈ મુલીયાણા કુવાડવા પોલીસ મથકમાં PSO તરીકે કાર્યરત હતા
મોડીરાત્રે 12 વાગ્યા આસપાસ તેઓ અચાનક ઢળી પડતા સાથેના કર્મચારીઓ દ્વારા સારવારમાં ખસેડાયા હતા
WatchGujarat. શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા કુવાડવા પોલીસ મથકના મહેશભાઈ મુલીયાણાનું ચાલુ ફરજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જેને લઈને પરિવાર સહિત પોલીસ બેડામાં ઘેરોશોક છવાઈ ગયો છે. મૃતક ASIને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી કરવામાં આવી હતી. આ તકે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતાં અને ફુલછાબ ચોક નજીક ભીલવાસમાં રહેતા 56 વર્ષીય મહેશભાઈ ફકીરભાઈ મુલીયાણા કુવાડવા પોલીસ મથકમાં PSO તરીકે કાર્યરત હતા. ગઈકાલે તેઓની નાઈટ ડ્યુટી હોઈ તેઓ રાત્રે ફરજ પર ગયા હતા. દરમિયાન મોડીરાત્રે 12 વાગ્યા આસપાસ તેઓ અચાનક ઢળી પડતા સાથેના કર્મચારીઓ દ્વારા સારવારમાં ખસેડાયા હતા.
જો કે હોસ્પિટલમાં કોઈપણ સારવાર મળે તે પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો. જેને પગલે તેના પરિવારને આ અંગેની જાણ કરવામાં આવતા તેઓ દોડી ગયા હતા. મૃતક મહેશભાઈ ચાર ભાઈ એક બહેનમાં વચેટ હતા. તેમને સંતાનમાં એક પૂત્ર અને એક પૂત્રી છે. તેઓ અગાઉ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમના અચાનક નિધનથી પરિવાર અને મિત્ર વર્તૂળમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
More #ASI #Heart Attack #Kuvadwa police station #Rajkot news
56 વર્ષીય મહેશભાઈ ફકીરભાઈ મુલીયાણા કુવાડવા પોલીસ મથકમાં PSO તરીકે કાર્યરત હતા
મોડીરાત્રે 12 વાગ્યા આસપાસ તેઓ અચાનક ઢળી પડતા સાથેના કર્મચારીઓ દ્વારા સારવારમાં ખસેડાયા હતા
WatchGujarat.શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા કુવાડવા પોલીસ મથકના મહેશભાઈ મુલીયાણાનું ચાલુ ફરજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જેને લઈને પરિવાર સહિત પોલીસ બેડામાં ઘેરોશોક છવાઈ ગયો છે. મૃતક ASIને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી કરવામાં આવી હતી. આ તકે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.