લકઝરી કારમાં દારૂની હેરાફેરીનાં વધારે એક પ્રયાસને પોલીસે નાકામ કર્યો
કુવાડવાથી સરધાર જતા રસ્તા વચ્ચેથી વિદેશી દારૂ ભરેલી વોક્સવેગન કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી
ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકતા વોચમાં રહેલી પોલીસે ટીમે તે કારનો પીછો કર્યો
WatchGujarat. Rajkot - 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો શહેરમાં વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ત્યારે લકઝરી કારમાં દારૂની હેરાફેરીનાં વધારે એક પ્રયાસને પોલીસે નાકામ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે સરધારથી ભરૂડી ટોલનાકા સુધી 30 કિમી પીછો કરી વોકસવેગન કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. સાથે કાર અને તેમાંથી મળેલી 216 બોટલ વિદેશી દારૂ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવાથી સરધાર જતા રસ્તા વચ્ચેથી વિદેશી દારૂ ભરેલી વોક્સવેગન કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સરધાર પાસે વોચ ગોઠવી હતી. અને માહિતી મુજબની કાર પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. જેથી વોચમાં રહેલી પોલીસે ટીમે તે કારનો પીછો કર્યો હતો.
અંદાજે 30 કિમી સુધી પીછો કર્યા બાદ અંતે ભરૂડી ટોલનાકા પાસે પોલીસે કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતા રૂ.93,600ની કિંમતની વિદેશી દારૂની 216 બોટલ મળી આવી હતી. જ્યારે ચાલકની પૂછપરછ કરતા તે મોરબી રોડ, સેટેલાઇટ ચોક પાસે રહેતો અતુલ મનસુખ મકવાણા હોવાનું તેમજ વિદેશી દારૂ સુરેન્દ્રનગરથી લાવી રાજકોટમાં મહિલા બૂટલેગરને આપવાનો હોવાનું જણાવ્યું હતું. જો કે અતુલની વાત પોલીસને ગળે ઉતરતી ન હોવાથી તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. #Rajkot
More #Crime branch #Run chase #Filmy style #liqueur #Volkswagen Car #Rajkot News