• ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારા તથા મોંઘવારીનો વિરોધ કરતી કોંગ્રેસી મહિલાઓ
  • મહિલાના વિરોધને પગલે પોલીસે અટકાયતી પગલા લીધા

#Rajkot - મોંઘવારીના વિરોધમાં કોંગી મહિલાઓએ રસ્તા પર ચૂલો પેટાવી રોટલા અને શાક બનાવ્યા

WatchGujarat. ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારા તથા મોંઘવારીનો વિરોધ કરવા માટે રાજકોટ કોંગ્રેસની મહિલાઓ રૂડા ઓફિસ નજીક એકત્ર થઈ હતી. મહિલાઓએ રસ્તા ઉપર ચૂલા પર રોટલા અને શાક બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં હાય રે ભાજપ હાય હાય જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી. 

#Rajkot - મોંઘવારીના વિરોધમાં કોંગી મહિલાઓએ રસ્તા પર ચૂલો પેટાવી રોટલા અને શાક બનાવ્યા

રૂડા ઓફિસ નજીક એકઠી થયેલી મહિલાઓએ માર્ગ પર ચૂલા સળગાવ્યા હતાં. આટલું જ નહીં લાકડા અને માટીના ચૂલા ઉપર શાક અને રોટલા ઘડી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ હાથમાં ‘કમળ વાળી સરકાર બહુ મોંઘી’ લખેલા બેનેરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. જો કે પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓ સામે અટકાયાતી પગલા ભર્યા હતા. #Rajkot

કોરોના કાળમાં લાખો નોકરીઓ સામે સંકટ તોળાઇ રહ્યું છે. તેવા સમયે રાંધણગેસના સીલીન્ડરના ભાવમાં વધારો લોકોની કમર તોડી નાખશે.

More #Congress #women #oppose #price-hike #Gas-cylinder #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud