• કાલાવડ રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ પાસેના ચાર રસ્તા પરથી એક કાર અને બાઈક અલગ-અલગ દિશામાંથી આવતા ધડાકા ભેર અથડાયા
  • ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો
  • સ્થાનિકો દ્વારા તરત 108 દ્વારા મારફતે બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો

#Rajkot - કાલાવડ રોડ પર ગોઝારો અકસ્માત, કારે બાઈકને અડફેટે લેતા ફિલ્મી સીન જેવા દ્રશ્યો સર્જાયા, જુઓ CCTV

WatchGujarat. પોલીસ તંત્રનાં અનેક પ્રયાસો છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર હવામાં ફંગોળાયો હતો. તેમજ ફિલ્મી સ્ટંટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયો છે. #Rajkot

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાલાવડ રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ પાસેના ચાર રસ્તા પરથી એક કાર અને બાઈક અલગ-અલગ દિશામાંથી આવી રહ્યા છે. બંને વાહનો પુરપાટ ઝડપે આવતા હોવાથી ચોકમાં જ બંને વચ્ચે જોરદાર ટક્કર થાય છે. જેમાં બાઈકનો ચાલક ફિલ્મનાં સ્ટંટની માફક બાઈક સહિત હવામાં દૂર ફંગોળાઇ જાય છે. અને તેને મદદ કરવાને બદલે કારનો ચાલક ત્યાંથી આગળ નિકળી જાય છે.

જાણવા મળતી વિગતો અનુસાર, કાલાવડ રોડ પરનાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારે બાઇકને હડફેટે લેતા બાઇક ધડાકાભેર નજીકની દિવાલ સાથે અથડાયું હતું. આ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે સ્થાનિકો દ્વારા તરત 108 દ્વારા મારફતે બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. #Rajkot

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈક ચાલકની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

More #Hit-and-run #Car-2-wheeler #accident #catch #cctv #Rajkot news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud