• ભાયાસર ગામમાં પહોંચેલા ત્રણેક સિંહો સીસીટીવીમાં કેદ થયા
  • જંગલનો રાજા ગાયનું મારણ કરીને મિજબાની માણતો જોવા મળ્યો હતો
  • છેલ્લા થોડા દિવસથી આ સિંહો ભાયાસર ગામમાં ફરતા હોવાનું સામે આવ્યું

#Rajkot - ભાયાસર નજીક જંગલનાં રાજા સિંહે કર્યો ગાયનો શિકાર, જુઓ CCTV

WatchGujarat. છેલ્લા એકાદ મહિનાથી જિલ્લાનાં અલગ અલગ ગામોમાં સિંહો જોવા મળી રહ્યા છે. ત્યારે હવે શહેરની ભાગોળે ભાયાસર ગામમાં પહોંચેલા ત્રણેક સિંહો સીસીટીવીમાં કેદ થયા છે. આ પૈકી એક સિંહે ગામની સીમમાં ગાયનો શિકાર કર્યો હતો. સિંહે કરેલા આ શિકારનાં લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. #Rajkot

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ સાવજો ભાયાસરની સીમમાં આંટાફેરા કરી રહ્યા છે. આ પૈકી એક સિંહ ગાયના ટોળા પાછળ દોટ મૂકે છે. અને એક ગાય પર રીતસરની તરાપ મારતા તે નીચે પટકાય જાય છે. બાદમાં જંગલનો રાજા આ ગાયનું મારણ કરીને મિજબાની માણી રહ્યો છે. આઘટનાનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ત્રણ સિંહોએ છેલ્લા એકાદ મહીનાથી ધામા નાખ્યા છે. ગીર જંગલ તરફથી આવેલા આ ત્રણેય સિંહો પહેલા જસદણના હલેન્ડા ગામમાં જોવા મળ્યાં હતા. બાદમાં સરધાર રેન્જ, ત્રંબા ગામ અને કોટડાસાંગાણી તાલુકામાં પણ આ સિંહો જોવાયા હતા. ત્યારે છેલ્લા થોડા દિવસથી આ સિંહો ભાયાસર ગામમાં ફરતા હોવાનું સામે આવ્યું છે. જો કે વન વિભાગ દ્વારા સતત ત્રણેય સિંહોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. #Rajkot

10 વાછરડાના શિકાર કરનાર 10 સિંહ ગીરનાર તરફ રવાના થયા

તાજેતરમાં જેતપુરના આરબટીંબડી ગામે ગીરનારના જંગલમાંથી આવેલા 10 સાવજના ગ્રૂપે ગૌશાળામાં પડાવ કરીને 10 વાછરડાના મારણ કર્યા હતા. બાદમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને માહિતી મળતા તુરંત સાસણથી ખાસ વેટરનરી તબીબો અને ટ્રેકરની ટીમ મોકલી હતી. જે ગૌશાળામાં મારણ થયા હતા ત્યાં ફેન્સિંગનું કામ હાથ ધરાયું હતું અને સાંજ પડતા ગ્રૂપને શોધવામાં ટીમ લાગી ગઈ હતી. આખી રાત ટ્રેક કર્યા બાદ છેક ભાટ ગામેથી પસાર થતી કેનાલમાંથી ફૂટ પ્રિન્ટ મળ્યા હતા. જેને આધારે ટ્રેકર ટીમે જણાવ્યું હતું કે, સિંહોનું આ ગ્રુપ ગીરનારના જે વિસ્તારમાંથી આવ્યું ત્યાં પરત ફર્યું છે. #Rajkot

More #Rajkot #lion #hunting #recorded #in cctv #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud