WatchGujarat. શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈ નવાગામનાં યુવકે 12 દિવસ સુધી દેહ ચુંથ્યા બાદ તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભોગ બનનારનાં પિતાએ આ અંગે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે નવાગામ બામણબોરમાં રહેતા નિતેશ રમેશ જેસાણીનું નામ આપતા પોલીસે તેને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ફરિયાદમાં તરૂણીનાં પિતાએ જણાવ્યું હતું કે, પોતે 3 સંતાન અને પરિવાર સાથે વાડીમાં રહે છે. ગત તા.2ની મોડી રાત સુધી વાડીમાં શાકભાજી વાહનમાં ભરાવ્યા બાદ પોતે સૂઇ ગયા હતા. સવારે ઉઠતા 16 વર્ષની પુત્રી જોવા ન મળતા શોધખોળ શરૂ કરી હતી. આસપાસનાં લોકો અને સંબંધીઓને પૂછપરછ કરવા છતાં તરૂણીનો કોઈ પતો લાગ્યો નહોતો. જોકે બાદમાં પોતાની પુત્રીને નવાગામનો નિતેશ ભગાડી ગયો હોવાની માહિતી મળતા નિતેશના પરિવારને સંબંધીઓ મારફત પુત્રીને પરત મોકલી આપવા જણાવ્યું હતું.
જોકે બનાવના 12 દિવસ બાદ અચાનક પુત્રી રાત્રીના સમયે ઘરે પરત આવી હતી. અને પરત આવેલી પુત્રીની પત્નીએ પૂછપરછ કરતા, તેને નવાગામનો નિતેશ લગ્ન કરવાની લાલચે તા.2ની વહેલી સવારે કારમાં લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં ધમલપર ગામે કોઇકના ઘરે લઇ જઈ અનેક વખત પોતાની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવતા માસુમ રડવા લાગી હતી. દીકરીની આ વાત સાંભળી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.
More #તરૂણી #Underage #Girl #Love affairs #FIR #Navagam #Rajkot News