• નિયમો માત્ર પ્રજા માટે હોવાની અને નેતાઓને ખુલ્લી છૂટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું
  • નવા કારોબારી ચેરમેન તરીકે ભાનુબેન તળપદાની સર્વાનુમતે વરણી કરવામાં આવી
#Rajkot - જિલ્લા પંચાયતના નવા કારોબારી ચેરમેનપદે ભાનુબેન તળપદાની વરણી, ઉજવણીમાં કોરોનાનાં નિયમોનાં લીરેલીરા ઉડ્યા
 
WatchGujarat. જિલ્લા પંચાયતના નવા કારોબારી ચેરમેન તરીકે ભાનુબેન તળપદાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સભ્ય કિશોર પાદરીયાને ભ્રષ્ટાચારના કેસમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ તકે ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતના કોરોનાનાં નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. જેને લઈને બધા નિયમો માત્ર પ્રજા માટે હોવાની અને નેતાઓને ખુલ્લી છૂટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
 
જિલ્લા પંચાયતમાં આજે યોજાયેલ બેઠકમાં પ્રથમ રાજયસભાના સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી આપી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણુંકનો મુદ્દો હાથ ઉપર લેવામાં આવ્યા હતો. જેમાં ભાજપના મોવડીઓની સૂચનાથી ભાનુબેન તળપદાની ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જો કે જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આગામી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં થનાર છે. ત્યારે નવા ચેરમેનનો કાર્યકાળ માત્ર થોડા સમયનો જ રહેશે.
 
ઉલ્લેખનીય છે કે, ભાજપે કોંગ્રેસના સભ્યો ખેડવી જિલ્લા પંચાયત ઉપર કબ્જો કરવા સતત પાંચ વર્ષ પયાસો કર્યા હતા. દરમિયાન દોઢ વર્ષ પહેલા કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા કેટલાક સભ્યોએ કોંગ્રેસ સામે અસંતોષનું નાટક કરી ભાજપમાં જોડાયા હતા. ત્યારે જેતપુર તાલુકાની બેઠક ઉપરથી ચૂંટાયેલા કારોબારી ચેરમેન કિશોર પાદરીયા એક એલઈડીનું બિલ મંજુર કરવામાં રૂા.અઢી લાખનો તોડ કરતા ઝડપાઈ ગયા હતા. જેને પગલે લાંબી કાનુની લડાઈ બાદ ચેરમેન પદેથી ગેરલાયક ઠર્યા હતા.
More #જિલ્લા પંચાયત #Bhanuben Talpada #Chairman #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud