• મ્યુ. કમિશ્નરનાં આ આદેશને લઈને ફાયર NOC વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં દોડધામ મચી ગઇ
  • હાલ જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં તેને ડીસ્ચાર્જ કર્યા બાદ એનઓસી ન હોય તેવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે

#Rajkot - ફાયર NOC ન હોય તેવી હોસ્પિટલમાં નવા દર્દીઓ દાખલ કરવાની મ્યુ. કમિશ્નરે ફરમાવી મનાઈ
WatchGujarat.શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતત તપાસનો ધમધમાટ કરી રહ્યું છે. જેમાં ફાયર એનઓસી કે ફાયરના પૂરતા સાધનો ન હોય તેવા એકમોને નોટીસ ફટકારવામાં આવી રહી છે. ત્યારે હવે મ્યુ. કમિશ્નરે ધોકો પછાડ્યો હોય તેમ ફાયર NOC ન હોય તેવી હોસ્પિટલોને નવા દર્દીઓ દાખલ કરવાની મનાઈ ફરમાવી દીધી છે. હાલ જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં તેને ડીસ્ચાર્જ કર્યા બાદ એનઓસી ન હોય તેવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરની હદમાં આવતી હોસ્પિટલ પૈકીની જે હોસ્પિટલ પાસે ફાયર ખાતાનું NOC નથી તે તમામ હોસ્પિટલોને 15 દિવસમાં ફાયર વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવા સુચના આપવામાં આવે છે. જો આ બાબતનું સર્ટિફિકેટ સક્ષમ સત્તા પાસે મેળવવામાં નહીં આવે તો હોસ્પિટલ માલિક તથા મેનેજમેન્ટ વિરૂદ્ધ કાયદેસરનાં લેવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જે જે હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. તે હોસ્પિટલોએ અચૂક ફાયર એન.ઓ.સી. મેળવી લેવાનું રહેશે.

જો કે દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હાલમાં આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાં હવે નવા દર્દીને દાખલ નહી કરી શકાય. તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે ત્યાં સુધીમાં હોસ્પિટલે ફાયર NOC મેળવી લેવાનું રહેશે. અન્યથા ત્યારબાદ આવી હોસ્પિટલો સીલ કરી દેવામાં આવશે. મ્યુ. કમિશ્નરનાં આ આદેશને લઈને ફાયર NOC વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે.

More #Fire #NOC issue #Strict #Implementation #Rajkot News #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud