- બપોરે 1 વાગ્યે તેમનો મૃતદેહ આવી પહોંચ્યો હતો
- રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા
WatchGujarat. રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈકાલે ચેન્નાઈ ખાતે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. ત્યારે આજરોજ બપોરે 1 વાગ્યે તેમનો મૃતદેહ આવી પહોંચ્યો હતો. આ તકે પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો. તેમના પત્ની તો ત્યાં સુધી બોલી ઉઠયા હતા કે, એકવાર સાજા તો થઈ ગયા તા પછી અચાનક શુ થયું ? દરમિયાન પરિવારનાં અન્ય સભ્યો દ્વારા તેમને સાંત્વના આપવામાં આવી હતી. બીજીતરફ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 31મી ઓગસ્ટે તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં બે દિવસ બાદ તરત જ તેને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. જો કે ફેંફસામાં પણ તકલીફ વધી જતાં સુરત અને અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા ડોક્ટર્સને બોલાવાયા હતા. છતાં તેમની તબિયત ક્રમશ: બગડવા લાગી હતી. જેથી તેને ચેન્નઈ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગઈકાલે જ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.