• કચ્છ અમદાવાદ હાઈવે પર મધરાત્રે દર્દીને ઘરે મુકવા જતી એમ્બ્યુલન્સ પલ્ટી જતા ગોઝારો અકસ્માત સર્જાયો
  • માંડવીના ગઢવી પરિવારના પિતા અને પુત્ર સહિત ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
  • જેને લેવા માટે આ બધા ગયા હતા તે શ્યામનો ચમત્કારિક બચાવ થયો

એમ્બ્યુલન્સ પલટી મારતા ગોઝારો અકસ્માત, એક પરિવારનાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત: Watchgujarat

WatchGujarat. હળવદના ધનાળા ગામના પાટિયા પાસે કચ્છ અમદાવાદ હાઈવે પર મધરાત્રે દર્દીને ઘરે મુકવા જતી એમ્બ્યુલન્સ પલ્ટી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં માંડવીના ગઢવી પરિવારના પિતા અને પુત્ર સહિત ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એમ્બ્યુલન્સનાં ચાલક સહિત અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. હાલ તો મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, માંડવીનાં નાની ઉનઠડામાં રહેતા વાલજીભાઈ ગઢવીનાં 14 વર્ષનાં દીકરા શ્યામને પવનચક્કીનાં શોર્ટસર્કિટમાં દાજી જતા અમદાવાદ ખસેડાયો હતો. અને તબિયત સુધરી જતા તેને માંડવી હોસ્પિટલ રીફર કરાયો હતો. જેને લઈ વાલજીભાઈ તેમના પિતા કાનિયાભાઈ, ભાઈ અને સાળા સાથે શ્યામને લેવા પહોંચ્યા હતા. #Watchgujarat

ખાનગી એમ્બ્યુલન્સમાં શ્યામને લાવવામાં આવી રહ્યો હતો ત્યારે જ ધનાળા ગામના પાટિયા પાસે આ ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા એમ્બ્યુલન્સ પલ્ટી હતી. આ દુર્ઘટનામાં 61 વર્ષીય કાનિયાભાઈ, વાલજીભાઈ અને વસંતભાઈ સહિત ગઢવી પરિવારનાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે રામભાઈ ગઢવી અને પીન્ટુભાઈ કાનજીભાઈને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે જેને લેવા માટે આ બધા ગયા હતા તે શ્યામનો ચમત્કારિક બચાવ થયો છે.

More #Ambulance #accident #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud