• બ્લોન સ્પામાં ચાલતા દેહવ્યાપારનો પોલીસનાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરાયો
  • બીજા રાજ્યની યુવતિઓ પાસે દેહવ્યાપાર કરાવતા હોવાનું અને ગ્રાહકો પાસેથી રૂ. 3000 લઈને યુવતિઓને રૂ. 1000 આપી રૂ. 2000 કમિશન લેતા
  • પોલીસે હાલ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

#Rajkot - બ્લોન સ્પામાં દેહવ્યાપાર, ગ્રાહકો પાસેથી ત્રણ હજાર લઈ યુવતિઓને અપાતા એક હજાર, બે ઝડપાયા
WatchGujarat. શહેરનાં કિસાનપરા ચોક નજીક આવેલા બ્લોન સ્પામાં ચાલતા દેહવ્યાપારનો પોલીસનાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરાયો છે. અને ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ જ પોલીસે આ કાળો કારોબાર ચલાવતા બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી બીજા રાજ્યની યુવતિઓ પાસે દેહવ્યાપાર કરાવતા હોવાનું અને ગ્રાહકો પાસેથી રૂ. 3000 લઈને યુવતિઓને રૂ. 1000 આપી રૂ. 2000 કમિશન લેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

#Rajkot - બ્લોન સ્પામાં દેહવ્યાપાર, ગ્રાહકો પાસેથી ત્રણ હજાર લઈ યુવતિઓને અપાતા એક હજાર, બે ઝડપાયા

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઇ અસલમ અન્સારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કિસાનપરા ચોક પાસે આવેલા બ્લોન સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવે છે. જેના આધારે બ્લોન સ્પામાં રેડ કરતા દેહ વ્યાપારનો ધંધો થતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે અમારી ટીમેં તુષારભાઈ ચેરમાં અને ગણેશભાઈ ભુલ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ઘટનાસ્થળે 4 ભોગ બનનાર યુવતિઓ મળી આવી છે. જેમાંથી બે વેસ્ટ બેંગાલ, એક નાગાલેન્ડ અને એક તો અરુણાચલ પ્રદેશની હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ ઘટનાસ્થળે થી રોકડ સહિત કુલ 23100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ માં બંને આરોપીઓ ગ્રાહક દીઠ રૂ. 3000 લઈ ભોગ બનનારને તેમાંથી રૂ. 1000 આપી રૂ. 2000 પોતે રાખતા હોવનું પણ જાણવા મળ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જ શહેરનાં મવડી રોડ નજીકનાં નીલ સ્પામાંથી પણ દેહવ્યાપારનો કારોબાર પોલીસે ઝડપી પાડ્યો હતો. અને પોલીસે મેનેજર દીપેન બહાદુરભાઇ રાવલને ઝડપી લઈને જયપુર, રાજસ્થાન અને દિલ્હી તેમજ મણિપુરની યુવતિઓને મુક્ત કરાવી હતી. ત્યારે વધુ એક સ્પામાં ચાલતા ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવતા પોલીસે શહેરનાં તમામ સ્પા પર વોચ ગોઠવી દીધી છે.

More #બ્લોન સ્પા #Sex Racket #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud