આરોપી પાસેથી બંદૂકનાં સ્કેચ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી
કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદે હથિયાર લઈ ફરતો હોવાની બાતમી મળી હતી
WatchGujarat. આજીડેમ પોલીસે એક ગેરકાયદેસર તમંચો લઈ ફરતા શખ્સને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં આ તમંચો બનાવનાર વિશે જાણકારી મળતા પોલીસે તેને પણ ઝડપી લીધો છે. અને આ શખ્સની પૂછતાછ દરમિયાન તેણે માત્ર યુટ્યુબમાં વિડીયો જોઈને તમંચો બનાવ્યાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપી પાસેથી બંદૂકનાં સ્કેચ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે આજીડેમ પોલીસે જણાવ્યું હતું કે, કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદે હથિયાર લઈ ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી સીતારામ સોસાયટી ખાતેથી રાજેશ આંકોલિયા નામના શખ્સને દેશી બનાવટનાં તમંચા સાથે જ ઝડપી લીધો હતો. આરોપી પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું તેની પૂછપરછ કરતા તેણે તમંચો નવીનકુમાર દાદોરિયા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે નવીનકુમાર અંગે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી તપાસ કરી તેને પણ ઝડપી પાડ્યો હતો. નવીનકુમારનાં કહેવા મુજબ, તે માત્ર બે મહિનાથી રાજકોટ મજૂરીકામ માટે આવ્યો છે. અને ગોંડલ રોડ પર શિવ હોટલ પાસેનાં હર્ષ મશીન ટુલ્સમાં રહેલા મશીનની મદદથી ઓનલાઈન youtube પર વિડીયો જોઈને તમંચો બનાવ્યો હોવાનું જણાવ્યું છે.
આરોપી પાસેથી ડ્રોઈંગ કરેલા બંદૂકના સ્કેચ તેમજ હથિયાર બનાવવાની અલગ-અલગ સ્પ્રિંગ, ઉપરાંત હથિયાર બનાવતા વેસ્ટમાં ગયેલ અને પ્રોપર ન બનેલ અલગ-અલગ સ્પેરપાર્ટ સહિત હથિયાર બનાવવાનું લોખંડનું રો મટીરીયલ પણ પોલીસે કબ્જે લીધું હતું. સાથે જ નવીને આ પહેલા કેટલા હથિયાર બનાવ્યા હતા ? અને રાજેશ આંકોલીયા આ પહેલાં ક્યારેય ગેરકાયદે હથિયારના ધંધા સાથે સંકળાયેલો હતો કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
More #Illegal Weapon #Youtube #pistol #Rajkot News