• મોચી બજાર નજીક પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું
  • જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન હેઠળનાં 3થી 4 વોર્ડમાં 7 કલાકથી વધુ સમય સુધી પાણી વિતરણ ઠપ્પ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

#Rajkot - મોચી બજારમાં પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, 3 થી 4 વોર્ડમાં પાણી વિતરણ ઠપ્પ થતા રોષ

WatchGujarat. Rajkot – ચાલુ વર્ષે ખૂબ સારો વરસાદ અને શહેરનાં તમામ જળાશયો છલોછલ હોવા છતાં લોકોને કોઈને કોઈ કારણોસર પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર શહેરનાં મોચી બજાર નજીક પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. અને આ કારણે 3થી4 વોર્ડમાં કલાકો સુધી પાણી વિતરણ ઠપ્પ થતા લોકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, આજે વહેલી સવારે મોચી બજાર વિસ્તારમાં પીવાના પાણી વિતરણની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. અને પાઈપ લાઈનનું એક લોકીંગ તૂટી જતા થતાં પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. જેને કારણે જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન હેઠળનાં 3થી 4 વોર્ડમાં 7 કલાકથી વધુ સમય સુધી પાણી વિતરણ ઠપ્પ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વોટર વર્ક્સ વિભાગનાં જણાવ્યા મુજબ, ઠંડીને લઈ પાઇપલાઇનમાં એર લોકીંગ થઈ જતા ભંગાણ થયું છે. જો કે ઘટનાની જાણ થતાં જ વોટર વર્ક્સ વિભાગનાં અધિકારી અને કર્મચારીઓ દોડી ગયા છે. અને થોડા કલાકોમાં જ આ પાઈપલાઈનનું સમારકામ કરી પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવનાર છે. જોકે સમારકામ માટે અંદાજે 5 કલાકથી વધુ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

More #Water Leackage #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud