• જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતીય બનાવટની ત્રણ ટ્રાયલ થઇ ગયેલી વેકસીન રાજકોટ આવી જાય તેવી શકયતા
  • કોરોનાના વધતા જતા મૃત્યુ આંકથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી
  • મોત અંગેનો આખરી નિર્ણય પણ ડેથ ઓડિટ કમિટી લેશે

#Rajkot - કોરોનાથી 12 દર્દીઓનાં મોત, વેકસીનનાં ટૂંક સમયમાં આગમનની શક્યતાએ વિતરણનું પ્લાનિંગ શરૂ

WatchGujarat. Rajkot શહેરમાં પણ હવે કોરોનાનો હાહાકાર મચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં 12 દર્દીઓના મોત થયા છે. જે જોતા લાગી રહ્યું છે કે કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે. ત્યારે કોરોનાના વધતા જતા મૃત્યુ આંકથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ગઇકાલે 6 દર્દીઓના મોત થયા હતા. જેમાં ડેથ ઓડિટ કમિટીએ માત્ર 1 મોત કોરોનાથી થયાનું જણાવ્યું છે. ત્યારે આજે થયેલા મોત અંગેનો આખરી નિર્ણય પણ ડેથ ઓડિટ કમિટી લેશે. બીજીતરફ ટૂંક સમયમાં વેકસીન મળવાની શક્યતાએ વિતરણનું પ્લાનિંગ શરૂ કરાયું છે.

આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતીય બનાવટની ત્રણ ટ્રાયલ થઇ ગયેલી વેકસીન રાજકોટ આવી જાય તેવી શકયતા છે. જેમાં ઝાયડસ, શીરમ ઇન્સ્ટીટયુટ, બાયોટેક વગેરે સંસ્થા દ્વારા બનાવાયેલ વેકસીન અહીં આવનાર છે. રાજય સરકારની વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય અધિકારીને મળેલા આદેશ બાદ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ વેકસીન વિતરણ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. #Rajkot

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં કોરોના વેક્સીનના વિતરણ માટે મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. વોર્ડ વાઈઝ વેક્સીન વિતરણ માટે ટીમ તૈયાર કરાશે. આગમી સપ્તાહમાં આ બાબતે આરોગ્ય અધિકારી સાથે મીટિંગનું આયોજન કરાયું છે. વોર્ડ વાઈઝ પ્રભારીઓને જવાબદારી સોંપાશે. તેમજ ઝોન વાઈઝ અને વોર્ડ વાઈઝ મનપાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કરની યાદી તૈયાર કરવાનું શરૂ કરાયું છે. જેમાં 9430 ડોકટર, હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ અપાશે. અને બાદમાં ડોર ટુ ડોર વેક્સીનના વિતરણ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

 

 

watchgujarat #gujaratinews #live #local #gujarati #news #rajkot #covid #patient #death #increasing #administration #started #preparing #for #vaccine #distribution #plan
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud