• કાલાવડ રોડ પર કોસ્મો કોમ્પ્લેક્સ ખાતે રામ મોટર્સ એન્ડ કાર ફાયનાન્સ નામની ઓફિસ ખોલી અનેક સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ
  • અંદાજે 19 જેટલા લોકો સામે રૂ. 1.20 કરોડની ઠગાઈ 
  • ફરિયાદ નોંધાતા જ પોલીસે બે શખ્સોને ઝડપી લઈ મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ

#Rajkot - જુની ગાડીના વધારે પૈસા તથા નવી ગાડી સસ્તા ભાવે અપાવવાની લાલચે રૂ. 1.20 કરોડની ઠગાઇ

WatchGujarat. Rajkot શહેરનાં કાલાવડ રોડ પર કોસ્મો કોમ્પ્લેક્સ ખાતે રામ મોટર્સ એન્ડ કાર ફાયનાન્સ નામની ઓફિસ ખોલી અનેક સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓ જૂની કારમાં વધુ ફાઈનાન્સ અને નવી કાર શોરૂમ કરતા નીચા ભાવે આપવાની લોભામણી લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતા હોવાનું હાલ સામે આવ્યું છે. તેમજ અંદાજે 19 જેટલા લોકો સામે રૂ. 1.20 કરોડની ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાતા જ પોલીસે બે શખ્સોને ઝડપી લઈ મુખ્ય સૂત્રધારની પણ શોધખોળ શરૂ કરી છે.#Rajkot

જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને રાતોરાત ફરાર થઇ ગયા હતા. આ અંગે કાર બ્રોકર અને તેના બે સાગરીત વિરૂધ્ધ અરજીની તપાસ બાદ ઠગાઇનો ગૂનો નોંધાયો છે. જેમાં રામ મોટર્સ એન્ડ કાર ફાયનાન્સ નામથી કાર લે-વેચ કરતા વત્સલ ચેતનભાઇ પટેલ, કરણ ઉનડકટ અને મુખ્ય સૂત્રધાર જય મુકેશભાઇ સેજપાલનાં નામ અપાયા છે. મૂળ મોરબીની આ શખ્સોએ 19 વ્યક્તિ સાથે જૂની અને નવી કારના સોદા કરી રૂપિયા 1.20 કરોડની છેતરપીંડી કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ છેતરપીંડીનો ભોગ બનનાર સુરેશચંદ્ર બાવરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ ખેતીની સાથે પાવર કોટીંગનો વેપાર કરે છે. પોતાની જીજે 3 એચ કે 9999 નંબરની ફોચ્ર્યુનર કાર વેચીને નવી કાર લેવાની હતી. કોસ્મોપ્લેકસ બિલ્ડીંગમાં રામ મોટર્સ એન્ડ કાર ફાઇનાન્સવાળા જય સેજપાલ જૂની કારની ઉંચી કિંમત અને નવી કારમાં ફાયદો કરાવી આપતા હોવાની માહિતી મળતા 19 ઓક્ટોબરે પુત્ર મીત સાથે ફોર્ચ્યુનર કાર લઇને ગયા હતા. #Rajkot

જ્યાં જય સેજપાલ ઉપરાંત વત્સલ પટેલ અને કરણ ઉનડકટ તેમજ અન્ય ગ્રાહકો હતા. જય સેજપાલે કાર જોયા પછી એ કાર 15.25 લાખમાં ખરીદવાનો સોદો કરી ટોકન પેટે રોકડા રૂ. 11 હજાર તેમજ રૂ. 8.50 લાખનો વત્સલ પટેલના એકાઉન્ટનો 21 ઓક્ટોબરનો ચેક આપ્યો હતો. બાકીના રૂ. 6.64 લાખ વાહનનું એનઓસી મળ્યા પછી આપવાની વાત કરતા કારનો કબજો સોંપી દીધો હતો. જોકે ચેક રિટર્ન થતાં જય સેજપાલે એ રકમ રોકડેથી આપી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. #Rajkot

વિશ્વાસમાં આવીને પુત્ર મીતની વર્ના કારનો રૂ. 5.71 લાખમાં સોદો કરી એ કાર પણ તેને સોંપી દીધી હતી. આ કાર પેટે 24 ઓક્ટોબરે રોકડા 1.25 લાખ અને 25 ઓક્ટોબરે રોકડા 50 હજાર ચૂકવી બાકીની રકમ બે દિવસમાં આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ 27 ઓક્ટોબરે જય સેજપાલની ઓફિસે પૈસા લેવા જતાં ઓફિસ બંધ હતી. અને પોતાની જેમ જ અન્ય છેતરાયેલા ગ્રાહકો જોવા મળ્યા હતા. જેને લઈને જ કુલ 19 લોકોએ પ્રથમ અરજી કરી હતી. જેની તપાસ બાદ ફરિયાદ નોંધી પોલીસે વત્સલ અને કરણને ઝડપી લઇ સૂત્રધાર જય સેજપાલની શોધખોળ શરૂ કરી છે. આ અંગે હજુ કેટલીક ફરિયાદ નોંધાય તેવી સંભાવના છે.

#Car Fraud #Rajkot #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud