ધારીના હુડલી ગામ ખાતે એક 9 વર્ષીય બાળકી પર દિપડાએ હુમલો કર્યો
માસુમ વાડી વિસ્તારમાં રાત્રે પરિવાર સાથે સૂતી હતી. ત્યારે જ દિપડો ત્રાટક્યો
સુતેલા માતા-પિતાએ બુમાબુમ કરી મૂકી જેને લઈને દિપડો જંગલની દિશામાં નાસી છુટતા બાળકીનો જીવ બચ્યો
અમરેલી. ગીર પંથકમાં અવારનવાર માનવભક્ષી દિપડાનાં હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ધારીના હુડલી ગામ ખાતે એક 9 વર્ષીય બાળકી પર દિપડાએ હુમલો કર્યો હતો. આ માસુમ વાડી વિસ્તારમાં રાત્રે પરિવાર સાથે સૂતી હતી. ત્યારે જ દિપડો ત્રાટક્યો હતો. અને બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકી રડવા લાગતા પાસે સુતેલા માતા-પિતાએ બુમાબુમ કરી મૂકી હતી. જેને લઈને દિપડો જંગલની દિશામાં નાસી છુટતા બાળકીનો જીવ બચ્યો હતો.
ઘટનાને પગલે આજુબાજુની વાડીમાંથી ખેત મજૂરો એકઠા થઈ ગયા હતા. અને વાડી માલિકને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઈજા હોવાના કારણે બાળકીને સારવાર માટે ચલાલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ વન વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરવામાં આવી છે. જો કે ઘટનાને પગલે ગામલોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.