• સમગ્ર ગુજરાતમાં એડવોકેટ તરીકે નામના પ્રાપ્ત કરનાર અભયભાઈએ કેરિયરની શરૂઆત જનસત્તામાંથી એક પત્રકાર તરીકે કરી હતી
  • જાહેરજીવનમાં પણ તેઓ ખૂબ સક્રીય હતા
#Rajkot - કોરોનાની સારવાર દરમિયાન અભયભાઈએ પરિવારને ચીઠ્ઠી લખી કહ્યું હતું કે, I am born fighter : CM રૂપાણી
 
WatchGujarat. રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. અને તેમનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. આ તકે મોટામૌવા મુક્તિધામમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીતમાં અભય ભારદ્વાજ સાથેનાં સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અભયભાઈએ ચેન્નાઈ હોસ્પિટલમાંદાખલ થતાં સમયે ચીઠ્ઠી લખી કહ્યું હતું કે, I am born fighter (હું લડત આપીશ) અને તેમણે પોતાનું આ વચન પુરૂ કરવા તેમણે 90થી વધુ દિવસ લડત પણ આપી હતી. પરંતુ કમનસીબે તેઓ જિંદગી હારી ગયા છે.
 
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અભય ભારદ્વાજ તેમના પરમમિત્ર હતા. સમગ્ર ગુજરાતમાં એડવોકેટ તરીકે નામના પ્રાપ્ત કરનાર અભયભાઈએ કેરિયરની શરૂઆત જનસત્તામાંથી એક પત્રકાર તરીકે કરી હતી.  જનતાપાર્ટી યુવા મોરચામાં રાષ્ટ્રિય સ્તરે કલરાજ મિશ્રા સાથે પણ તેમણે કામ કર્યું હતું. સાથે જાહેરજીવનમાં પણ તેઓ ખૂબ સક્રીય હતા.
 
રાજ્યસભામાં સાંસદ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા નિમાયા હતા. ત્યારે તેમણે કહયું હતું કે મારી ગ્રાન્ટ હું આદિવાસીઓના વિકાસ તેમજ તેમના પ્રશ્નોને વાચા આપવામાં જ વાપરીશ. ત્યારે જો તેઓ આજે પણ જીવિત હોત તો દેશના રાજકારણ સહિત રાષ્ટ્રના વિકાસ અને પ્રશ્નોમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હોવાની વાતમાં શંકાને કોઈ સ્થાન નથી..
 
 
More #VijayRupani #Fighter #AbhyaBharadwaj #Rajyasabha #MP #PM #Modi #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud