• ડનલોપનાં ગાદલાંની વચ્ચે કેટલાક ગાદલાં કાપીને તેના વચ્ચે ખાનું બનાવી છુપાવેલો દારૂ ઝડપી પાડ્યો
  • અનોખી તરકીબ જોઈને થોડીવાર માટે પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ
  • રૂપિયા 5 લાખનાં મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

#Rajkot - ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોનાં વધુ એક કિમીયાનો કર્યો પર્દાફાશ, ગાદલા કાપી ખાનું બનાવીને છુપાવ્યો હતો દારૂ !
WatchGujarat. ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોનાં વધુ એક નવતર કિમીયાનો પર્દાફાશ કર્યો છે. અને ડનલોપનાં ગાદલાંની વચ્ચે કેટલાક ગાદલાં કાપીને તેના વચ્ચે ખાનું બનાવી છુપાવેલો દારૂ ઝડપી પાડ્યો છે. બુટલેગરોની અનોખી તરકીબ જોઈને થોડીવાર માટે પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે પોલીસે વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 900થી વધુ બોટલ સહિત અંદાજે રૂપિયા 5 લાખનાં મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ વીકે ગઢવીએ કહ્યું હતું કે, પીએસઆઇ જેબલિયા સહિત તેમની ટીમને રાજસ્થાનથી ડનલોપનાં ગાદલાંની આડમાં જ વિદેશી દારૂની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે રાજકોટથી ગોંડલ જતા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર નુરાની પરા પાસેથી વોચ ગોઠવવામાં આવી હતી. અને બાતમી મુજબનું નંબર પ્લેટ વગરનું અશોક લેલેન્ડ નીકળતા તેને અટકાવ્યું હતું.

જો કે તેમાં ચેકીંગ કરતા પ્રથમ નજરે તો માત્ર ગાદલાં જ જોવા મળતા બાતમી ખોટી સાબિત થયાની શંકા ઉપજી હતી. પરંતુ બાદમાં ઝીણવટભરી તપાસ કરતા ડનલોપનાં ગાદલાંઓની વચ્ચે કેટલાક ગાદલાં કાપીને તેમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. અને તપાસ દરમિયાન મેકડોવેલ્સ નંબર વન વહીસ્કી બોટલ નંગ 348, અને એપિસોડ ગોલ્ડ વહીસ્કી બોટલ નંગ 576 મળી આવી હતી. જેને પગલે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 4,99,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે રમેશભાઈ મંગાભાઈ પરમાર નામના આરોપીને ઝડપી લેવાયો છે. તેની પૂછપરછ દરમિયાન વેરાવળનાં ધર્મેન્દ્રસિંહ ચુડાસમાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

#Rajkot - ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોનાં વધુ એક કિમીયાનો કર્યો પર્દાફાશ, ગાદલા કાપી ખાનું બનાવીને છુપાવ્યો હતો દારૂ !

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. જેને લઈને બુટલેગરો દ્વારા નવા-નવા કિમીયાઓ દ્વારા રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલના ગુનામાં આરોપીઓએ માલવાહક વાહનમાં ડનલોપ ગાદલાઓ ભરી અને રાજસ્થાનથી આવતા હોવાનું જણાય તે રીતે વચ્ચેના ગાદલા કાપી તેમાં ખાનું બનાવી વિદેશી દારૂ સંતાડી સાવ નવતર કીમિયો અજમાવ્યો હતો. પણ ક્રાઈમ બ્રાન્ચે તેમનાં આ કિમીયાનો પર્દાફાશ કર્યો છે.

More #liquor #bedsheet #ક્રાઈમ બ્રાન્ચે #Rajkot News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud