પારેવડી ચોકમાં રિક્ષાચાલક અને મહિલાઓ સાથે ટ્રાફિક પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી
રિક્ષાચાલક સાથે ટ્રાફિક વોર્ડનને ચડભડ થયા બાદ રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરોએ બહાર નીકળી પોલીસને સમજાવવા પ્રયાસ કર્યો
મહિલાઓએ ખોટું વર્તન થયાનો રોષ વ્યકત કરી પોલીસને ખરીખોટી સંભળાવી
રાજકોટ. શહેરમાં દિવાળીના તહેવારોને લઈ સવારથી ઠેરઠેર ટ્રાફિકજામની સમસ્યા થઈ રહી છે. ત્યારે આજે સવારે પારેવડી ચોકમાં રિક્ષાચાલક અને મહિલાઓ સાથે ટ્રાફિક પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં રિક્ષાચાલક સાથે ટ્રાફિક પોલીસને ચડભડ થયા બાદ રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરોએ બહાર નીકળી પોલીસને સમજાવવા પ્રયાસ કર્યો હતો.
જો કે કંઈપણ સમજવાને બદલે વોર્ડને વધુ દાદાગીરી કરતા મામલો વધુ ગરમાયો હતો. જેમાં મહિલાઓએ ખોટું વર્તન થયાનો રોષ વ્યકત કરી પોલીસને ખરીખોટી સંભળાવી હતી. આ માથાકુટને કારણે થોડીવાર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. જોકે ફરજ પરના પોલીસ કર્મચારીએ સમયસર હસ્તક્ષેપ કરીને આ મામલો થાળે પાડ્યો હતો.
દરમિયાન કોઈએ આ સમગ્ર ઘટનાનો ઉતારી લેતા આ વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, આ ઘટનાને કારણે શહેરના મહત્વનાં ગણાતા આ રસ્તા પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા છે. અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનાં લીરેલીરા ઉડી રહ્યા છે. જો કે ફરજ પરના અધિકારીએ મહિલાઓનાં આક્રોશને શાંત કરી ગણતરીની કલાકોમાં ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.