બીજીવાર એક જ ગુનામાં ઝડપાયો હોવાથી 'પાસા'નાં નવા કાયદા હેઠળ તેને પાસામાં ધકેલવાની શક્યતાઓ પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી
રામપાર્ક મેઈન રોડ પર ક્લીનીક ખોલી પ્રેક્ટીસ કરતા બોગસ ડોકટર સંજય રશીક સોમપુરાને એસઓજી સ્ટાફે ઝડપી લીધો
રાજકોટ શહેર અને જિલ્લામાં વગર ડીગ્રીના મુન્નાભાઈ એમબીબીએસની જેમ અનેક લોકો દવાખાનાના હાટડા ખોલીને બેસી ગયા
રાજકોટ. શહેરનાં આજી ડેમ પાસે આવેલ રામપાર્ક મેઈન રોડ પર ક્લીનીક ખોલી પ્રેક્ટીસ કરતા બોગસ ડોકટર સંજય રશીક સોમપુરાને એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે. અને તેની પાસેથી હોસ્પિટલ સાધનો, રોકડ સહિતની મત્તા કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ સંજય પાસે કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી નથી. અને અગાઉ 2018માં પણ તે આ જ ગુનામાં ઝડપાઈ ગયાનું જાણવા મળ્યું છે. જેને પગલે એસઓજી સ્ટાફે તેની કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સતત બીજીવાર એક જ ગુનામાં ઝડપાયો હોવાથી 'પાસા'નાં નવા કાયદા હેઠળ તેને પાસામાં ધકેલવાની શક્યતાઓ પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં વગર ડીગ્રીના મુન્નાભાઈ એમબીબીએસની જેમ અનેક લોકો દવાખાનાના હાટડા ખોલીને બેસી ગયા છે. આવા લોકો જનઆરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાંથી આવા બોગસ તબીબો અનેક વખત મળી આવ્યા છે. પરંતુ હવે શહેરમાં પણ બોગસ તબીબો કાર્યરત થયા હોવાનું આવા બનાવોથી સ્પષ્ટ થાય છે.