• રાજ્યમાં અમદાવાદ અને વડોદરાની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી ચુકી છે
  • સરકાર દ્વારા નક્કર પગલાં ન ભરાતા આગ અકસ્માતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે

#Rajkot - ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની સિલસીલાબંધ વિગતો, જાણો કઈ રીતે ગણતરીની મિનિટોમાં 5 દર્દી થયા ભડથું

WatchGujarat. શહેરનાં આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાત્રે જ આગ લાગી હતી. હૈયું હચમચાવતી આ ઘટનામાં પાંચ લોકો ગણતરીની મિનિટોમાં જ જીવતા ભડથું થઈ ગયા હતા. જાણવા મળતી વિગતો અનુસાર હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ પૈકી જ્યાં આગ લાગી તે બીજા ફ્લોર પર ICU વિભાગમાં 11 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. સમગ્ર ઘટનાની સિલસીલાબંધ વિગતો જાણીને આંખમાંથી આંસુ સરી પડશે.#Rajkot - ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની સિલસીલાબંધ વિગતો, જાણો કઈ રીતે ગણતરીની મિનિટોમાં 5 દર્દી થયા ભડથું

12.10 વાગ્યે ICU વિભાગનાં મશીનમાં શોર્ટસર્કિટ થતા આગ ભભૂકી ઉઠી.

12.13 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને બાદમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા.

થોડીવાર સુધી તો શું કરવું કે શું ન કરવું તેની કોઈને સમજ જ ન પડી.

12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ કરવામાં આવ્યો.

12.25 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરાયો.

12.35 આસપાસ ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસ શરૂ કરાયા.

અંદાજે 1.00 વાગ્યા સુધીમાં ICU વોર્ડમાં ફંસાયેલા 11 લોકો પૈકી 3 દર્દીઓનાં મોત નિપજ્યા બાકીનાં 8 લોકોને સલામત રીતે હોસ્પિટલની અન્ય બ્રાન્ચમાં ખસેડાયા.

1.15 આસપાસ ગંભીર રીતે દાજી ગયેલા અન્ય 2 દર્દીઓના પણ મોત નિપજતાં મૃત્યુઆંક 5 થયો.

1.30 આસપાસ મ્યુ. કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર અને ડીસીપી સહિતનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

1.45 સુધીમાં જ્યાં આગ લાગી હતી તે ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો અને આગ પર મહદઅંશે કાબૂ મેળવાયો હતો.

#ઉદય શિવાનંદ #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud