NCP નેતા રેશ્મા પટેલ સરકારી હોસ્પિટલમાં ફાયર સેફટીનું ચેકીંગ કરવા પહોંચ્યા હતા
કોઈપણ પ્રદર્શન કે ચેકીંગ કરતા પહેલા જ પોલીસે રેશ્મા પટેલ સહિત NCP નાં કાર્યકરોની અટકાયત કરી લીધી
પોલીસે ધક્કો મારી રેશ્મા પટેલને ગાડીમાં બેસાડી દેતા જ તેમણે આક્રોશ ઠાલવ્યો
[caption id="attachment_27416" align="aligncenter" width="1280"] રેશ્મા પટેલ[/caption]
WatchGujarat. શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં પાંચ દર્દીઓ ભડથું થયા હતા. જે અંતર્ગત આજરોજ NCP નેતા રેશ્મા પટેલ સરકારી હોસ્પિટલમાં ફાયર સેફટીનું ચેકીંગ કરવા પહોંચ્યા હતા. જો કે આ તકે કોઈપણ પ્રદર્શન કે ચેકીંગ કરતા પહેલા જ પોલીસે રેશ્મા પટેલ સહિત કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જેમાં પોલીસે ધક્કો મારી રેશ્મા પટેલને ગાડીમાં બેસાડી દેતા જ તેમણે આક્રોશ ઠાલવ્યો હતો.
https://youtu.be/hn7N2jSpGyQ
આજરોજ રેશ્મા પટેલે ફાયર સેફટીને લઈ સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવા જીદ પકડી હતી. જેને પગલે પોલીસે રેશ્માને ધક્કો મારી જીપમાં બેસાડી દીધી હતી. જેને પગલે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, આવી દાદાગીરી નો ચાલે, અમારી રજૂઆત તો સાંભળવી જ પડે... જોકે પોલીસે તેમની કોઈપણ વાત સાંભળી નહોતી અને તેમના સહિત NCP કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના સ્વજનોને મળવા ગયા હતા. ત્યારે પણ હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. જેને પગલે જ તેમણે તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. અને સમગ્ર ઘટનાને લોકશાહીનું ખૂન તેમજ ભાજપ સરકારની તાનાશાહી ગણાવી હતી.
More #NCP #Reshma Patel #Civil hospital #Detained-by-police #Rajkot News