19 વર્ષીય પુત્ર ગુમાવનાર હિન્દુ સૈનિક દંપતિ માટે મુસ્લિમ મહિલાએ સરોગેટ મધર બની અનોખું ઉદાહરણ રજૂ કર્યું
બાળકના જન્મ સુધી મુસ્લિમ મહિલાએ નોન વેજનો ત્યાગ કર્યો હતો. સાથે જ ભજનોનું શ્રવણ પણ કર્યું હતું
પ્રોફેશનલ ન હોવા છતાં સૈનિકનાં બાળક માટે સરોગેટ મધર બની
રાજકોટ. શહેરમાં હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આધુનિક સમયમાં મહિલા જ્યારે ગર્ભધારણ કરવા અસમર્થ હોય ત્યારે સરોગેસી (અન્ય મહિલાનાં ગર્ભમાં બાળક)નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટનામાં 19 વર્ષીય પુત્ર ગુમાવનાર હિન્દુ સૈનિક દંપતિ માટે મુસ્લિમ મહિલાએ સરોગેટ મધર બની અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. આ ઉપરાંત બાળકના જન્મ સુધી મુસ્લિમ મહિલાએ નોન વેજનો ત્યાગ કર્યો હતો. સાથે જ ભજનોનું શ્રવણ પણ કર્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ એક સૈનિકના પુત્રનું અકાળે અવસાન થતા પ્રૌઢ વયના આ ક્ષત્રિય દંપત્તિએ સંતાન પ્રાપ્તિ માટેનાં અનેક પ્રયાસો બાદ હવે પ્રચલિત થયેલી ટેસ્ટ ટયુબ પધ્ધતિ અપનાવી હતી. જેમાં બાળક માટે સરોગેટ માતાએ ધર્મે મુસ્લિમ છતાં ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન રાખીને તેના જન્મ સુધી શુદ્ધ શાકાહારી સાત્વિક ખોરાક લીધો હતો. એટલું જ નહીં ભજનનું શ્રવણ પણ કર્યું હતું.
સરોગેટ મધર બનનાર મુસ્લિમ મહિલાનાં જણાવ્યા મુજબ, દેશની રક્ષા માટે સૈનિકો સદૈવ તત્પર રહેતા હોય છે. આ માટે તેઓ અને તેમનો પરિવાર કેટલાય બલિદાન આપતો હોય છે. ત્યારે આવા એક સૈનિકનાં પરિવારની મદદ માટે તેણીએ આ નિર્ણય લીધો હતો. અને પોતે પ્રોફેશનલ ન હોવા છતાં સૈનિકનાં બાળક માટે સરોગેટ મધર બની હતી. સાથે જ આ દરમિયાન હિંદુ સંસ્કૃતિનું જ્ઞાન પણ મેળવ્યું હતું.
બીજીતરફ પોતાના જીવનમાં સંતાનનું સુખ આપનાર મુસ્લિમ મહિલાનો સૈનિક અને તેના પરિવારે આભાર માન્યો હતો. અને તેના કારણે જ પોતાના પરિવારમાં ખુશી આવી હોવાનું સૈનિકે જણાવ્યું છે. સાથે જ દેશ અને સૈનિકો માટે મુસ્લિમ મહિલાની ભાવનાઓની પ્રશંસા કરી છે.
- 19 વર્ષીય પુત્ર ગુમાવનાર હિન્દુ સૈનિક દંપતિ માટે મુસ્લિમ મહિલાએ સરોગેટ મધર બની અનોખું ઉદાહરણ રજૂ કર્યું
- બાળકના જન્મ સુધી મુસ્લિમ મહિલાએ નોન વેજનો ત્યાગ કર્યો હતો. સાથે જ ભજનોનું શ્રવણ પણ કર્યું હતું
- પ્રોફેશનલ ન હોવા છતાં સૈનિકનાં બાળક માટે સરોગેટ મધર બની