ઝડપાયેલા બંને આરોપીઓ વિજય ઉર્ફ દેવરાજ જીતેન્દ્રભાઈ બાભણીયા અને કાનો ચીનુભાઈ લાલકીયા વડીયાના રહેવાસી હોવાનું અને અગાઉ પણ લૂંટ અને દારૂના ગુનાંમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે
સીનીયર સીટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા તથા મોબાઇલોની અલગ અલગ છ જગ્યાએથી લુંટ ના ગુના નોંધાયા હતા.
પોલીસે ટીમ બનાવી CCTV તથા ઈ ગુજકોપ એપ્લીકેશન અને બાતમીદારો મારફતે માહીતી એકત્ર કરી
રાજકોટ. જેતપુર શહેરનાં ઓછી અવરજવર વાળા વિસ્તારોમાં એક જ દીવસમાં અલગ-અલગ જગ્યાએ નકલી પોલીસ બની લૂંટ કરતા બે આરોપીઓને શહેર પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પડયા છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિજય ઉર્ફ દેવરાજ જીતેન્દ્રભાઈ બાભણીયા અને કાનો ચીનુભાઈ લાલકીયા વડીયાના રહેવાસી હોવાનું અને અગાઉ પણ લૂંટ અને દારૂના ગુનાંમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 07-11 ના રોજ સાંજના સમયે સીનીયર સીટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા તથા મોબાઇલોની અલગ અલગ છ જગ્યાએથી લુંટ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે જેતપુર પોલીસમાં જુદા જુદા બે ગુના દાખલ થયા હતા.
જેતપુર સીટી પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઇ અલગ-અલગ ટીમ બનાવી CCTV તથા ઈ ગુજકોપ એપ્લીકેશન અને બાતમીદારો મારફતે માહીતી એકત્ર કરી હતી. જેમાં લૂંટમાં વપરાયેલું એક્ટીવા, વડીયામાં હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસની એક ટીમ વડીયા રવાના થઈ હતી. અને બે શંકાસ્પદ આરોપી વિજય ઉર્ફ દેવરાજ જીતેન્દ્રભાઈ બાભણીયા અને કાનો ચીનુભાઈ લાલકીયાને જેતપુર સીટી પોલીસ સ્ટેશને લવાયા હતા.
પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને પોપટ બની તેમના ગુનાની કબૂલાત આપી હતી. આરોપીઓએ લૂંટનો મૂદ્દામાલ ચાંપરાજપુર રેલ્વે સ્ટેશનથી આગળ રોડની સાઇડમાં દાટેલ હેવાનું જણાવ્યુ હતું. જેથી બંને આરોપીઓને સાથે રાખી બન્ને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ જેમાં 13 મોબાઈલ ફોન, ગુન્હામાં વપરાયેલું એક્ટિવા અને રોકડ રકમ રૂ 4320/- સહિત કુલ રૂ 65720/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે.