• છેલ્લા દોઢ મહિનાથી શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
  • ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈરફાન કુરેશીની ગેરકાયદે પિસ્તોલ છેલ્લા ઘણા વર્ષથી રાખતો હોવાનું જણાવ્યું છે
#Rajkot - ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો, ગુનાહિત છે આરોપીનો ઇતિહાસ
 
 
WatchGujarat. 31st ડિસેમ્બરને લઈ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓને શહેરભરમાં હથિયારો ઝડપી પાડવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા દોઢ મહિનાથી શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈરફાન કુરેશીની ગેરકાયદે પિસ્તોલની સાથે ધરપકડ કરી છે. આરોપીએ પોતાના પાસે રહેલ ગેર કાયદેસર હથિયાર છેલ્લા ઘણા વર્ષથી રાખતો હોવાનું જણાવ્યું છે.
 
જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડનાં માલધારી રેલવે ફાટક પાસે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈરફાન કુરેશી ગેરકાયદે હથિયાર સાથે ફરતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે સ્થળ પર પહોંચી ઈરફાનની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. જેને લઈને ઘટનાસ્થળે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
 
પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગુના, ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક ગુનો જ્યારે કે આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઇ ચુક્યો છે. એટલું જ નહીં ભૂતકાળમાં આરોપી પાંચેક વર્ષ પૂર્વે હત્યાની કોશિશના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા બાદ આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. જેમાં આરોપીએ ગેરકાયદે હથિયાર ક્યારે અને કોની પાસેથી મેળવ્યું ? તેમજ પોતાની આ હથિયારનો ઉપયોગ તેણે અન્ય કોઈ ગુનામાં કર્યો છે કે કેમ ? સહિતની બાબતો અંગે પુછપરછ હાથ ધરવામાં આવનાર છે.
More #ક્રાઈમ બ્રાન્ચ #Crime #criminal #caught #with pistol #Gujaratinews #Rajkot #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud