• ફિલ્ડ પર અનેક અવરોધો બાદ આ સર્વે 13 દિવસ બાદ માંડ પૂરો થયાનું જાહેર કરાયું
  • અન્વયે માત્ર 1,80,125 લોકોની યાદી તૈયાર થયાનું સત્તાવાર જણાવાયું
  • 50 વર્ષથી નાની ઉંમરના પણ કેન્સર, કિડની, હૃદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા માત્ર 2251 લોકોના નામ જ નોંધવામાં આવ્યા

#Rajkot - 3ને બદલે 13 દિવસે કોરોના વેક્સીન માટે યાદી તૈયાર, માત્ર 1.80 લાખ નોંધાયા
WatchGujarat. રાજ્ય સરકારે ત્રણ દિવસમાં કોર્પોરેશનો, જિલ્લા પંચાયતોને પરિપત્ર પાઠવી ત્રણ દિવસમાં જ કોરોના વેક્સીનેશન માટે 50 વર્ષથી મોટી ઉંમરના અને ગંભીર રોગથી પીડાતા લોકોની એક યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. જોકે ફિલ્ડ પર અનેક અવરોધો બાદ આ સર્વે 13 દિવસ બાદ માંડ પૂરો થયાનું જાહેર કરાયું છે. જે અન્વયે માત્ર 1,80,125 લોકોની યાદી તૈયાર થયાનું સત્તાવાર જણાવાયું છે.

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, શહેરમાં હજારો લોકો પોતે આ યાદીમાં આવવાપાત્ર હોવા છતાં પણ તેમના નામો લખાવાયા નથી. તા. 10 ડિસેમ્બરથી હાથ ધરાયેલા સર્વેની આજે તેર દિવસ બાદ જારી કરાયેલી પ્રાથમિક વિગત અનુસાર આશરે 18 લાખની વસ્તીમાં 50 વર્ષથી મોટી ઉંમરના 1,77,874 લોકોએ પોતાના નામ નોંધાવ્યા છે.જ્યારે 50 વર્ષથી નાની ઉંમરના પણ કેન્સર, કિડની, હૃદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા માત્ર 2251 લોકોના નામ જ નોંધવામાં આવ્યા છે. #Rajkot

મહાપાલિકાનાં સૂત્રો અનુસાર વેક્સીનેશન માટે નક્કી થયેલી નીતિ અનુસાર સૌ પ્રથમ રાજકોટમાં 13,300 ખાનગી અને સરકારી તબીબો, નસગસ્ટાફ વગેરે હેલ્થ વર્કરને રસી અપાશે. ત્યારબાદ ફ્રન્ટલાઈન વોરિયર્સને રસીકરણ કરાશે જેમાં મનપાના કાયમી, હંગામી, અને આઉટસોર્સીગ સ્ટાફને આવરી લેવાયો છે. જેની સંખ્યા જ આશરે 8100 જેટલી છે. ઉપરાંત પોલીસ, કલેક્ટર ઓફિસ સહિતનાં સરકારી કર્મચારીઓને પણ બીજા તબક્કામાં રસીકરણ કરાશે. આ તમામનું રસીકરણ થયા બાદ વિનામૂલ્યે ઉપરોક્ત 1.80 લાખ લોકોને વેકસીન અપાશે. #Rajkot

More #Vaccine #Survey drive #Finally completed #Rajkot #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud