• અનલોકમાં છુટછાટ મળતાની સાથે ચડ્ડી-બનિયાનધારી ગેંગ ચોરી કરવા સક્રીય થઇ
  • ઓફિસમાંથી એક લાયસન્સ વાળી રિવોલ્વર, 6 કાર્ટીસ અને તલવારની ચોરી કરી
  • પહેરેદારી કરતા ચોકીદારની નજર પડતા તેણે પડકાર ફેંક્યો અને તસ્કરો નાસી છૂટ્યા
  • ફરિયાદને પગલે કુવાડવા રોડ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો દોડી ગયો

રાજકોટ. કુવાડવા જીઆઈડીસીમાં એક બિયારણની ફેકટરીમાં ગતરાત્રે 6 જેટલા ચડ્ડી-બનિયાનધારી તસ્કરો ત્રાટક્યા હતા. અને તાળા તોડીને ઓફિસમાંથી એક લાયસન્સ વાળી રિવોલ્વર, 6 કાર્ટીસ અને તલવારની ચોરી કરી હતી. દરમિયાન આગળ પહેરેદારી કરતા ચોકીદારની નજર પડતા તેણે પડકાર ફેંક્યો હતો. જેને પગલે તસ્કરો નાસી છૂટ્યા હતા. ઘટનાં સીસીટીવીમાં કેદ થતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 6 જેટલા ચડ્ડી- બનિયાનધારી શખ્સો પાછળની દીવાલ ઠેકીને પ્રવેશ કરે છે. અને બાદમાં ફેકટરીના તાળા તોડી ઓફિસમાં ઘૂસે છે. ઓફિસમાંથી અરવિંદભાઈની પરવાનાવાળી રિવોલ્વર, 6 કાર્ટીસ અને તલવારની ચોરી કરી રહ્યા છે. જો કે બાદમાં ચોકીદાર આવી પહોંચતા તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ફેકટરીનું નામ બોમ્બે સુપર સીડ્સ છે. અને અરવિંદભાઈ ઉર્ફે પીન્ટુભાઈ કાકડીયા નામના પટેલ વેપારી બિયારણને લગતું કામ કરે છે. ગતરાત્રે પોતાની ફેક્ટરીમાં ચોરીની જાણ થતાં તેમણે તરત જ કંટ્રોલમાં જાણ કરી હતી. જેને પગલે આવતા કુવાડવા રોડ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો દોડી ગયો છે. અને ચડ્ડી બનીયાનધરી ગેંગને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud