• જુથ અથડામણમાં બે યુવકોને ઇજા, સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ દોડી ગઈ ટોળાને વિખેરી નાંખ્યો
  • સ્થિતિ થાળે પડ્યા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર ગત મોડીરાત્રે બે જૂથો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે યુવકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ દોડી ગઈ હતી. અને ટોળાને વિખેરીમામલો થાળે પાડ્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં મોડીરાત્રે કોઈ કારણસર બે જૂથો સામસામે આવી ગયા હતા. અને આ બંને જૂથના લોકો વચ્ચે પથ્થરમારો શરૂ થતાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો.

જો કે કોઈ જાગૃત નાગરિકે જાણ કરતા માલવીયા નગર પોલીસ દોડી ગઈ હતી. અને પથ્થરમારામાં ઘાયલ બે યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી ટોળા વિખેરી નાખ્યા હતા. અને ત્યારબાદ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

હાલમાં પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સ્થિતિ થાળે પાડી છે. સ્થિતિ થાળે પડ્યા બાદ ફુટ પેટ્રોલિંગ કર્યુ હતું. જો કે હજુ સુધી બે જૂથ વચ્ચે કઇ બાબત પર અથડાણમ થઇ તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જે જાણવા પોલીસ દ્વારા બંને જૂથના લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud