હલેન્ડામાંથી રિવોલ્વર તેમજ કાર્ટીસ સાથે બળદગાડામાં રેકી કરીને બંધ મકાનમાં ચોરી કરતી ગેંગ પકડાઇ
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ કામગીરી કરનાર ટીમને રૂપિયા 15 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું
ગેંગનાં સભ્યો બળદગાડું લઈ ગ્રામ્ય વિસ્તારમાં ફરવા નીકળતા અને બળદ, બકરા, ઘોડા લેવા અને વેંચવાનાં બહાને ગામડાઓમાં રેકી કરતા
એક દિવસમાં એકથી વધુ ચોરી કરી પોતાનું રહેઠાણ પણ બદલી નાખતા
રાજકોટ. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીની ઘટનાઓને અટકાવવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મહત્વની સફળતા પણ મળી છે. અને હલેન્ડામાંથી રિવોલ્વર તેમજ કાર્ટીસ સાથે બળદગાડામાં રેકી કરીને બંધ મકાનમાં ચોરી કરતી ગેંગનાં એકને ક્રાઈમ બ્રાન્ચે રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દસેક જેટલા જીવતા કાર્ટીસ અને ત્રણ મોબાઈલ પોલીસે કબ્જે કર્યા છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ કામગીરી કરનાર ટીમને રૂપિયા 15 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.
આજરોજ ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ સંબોધી આ અંગે વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે હલેન્ડા ખાતે ત્રણ મકાનોમાં ચોરી કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન અનિલ ઉર્ફ હિતેશ સુરેશભાઈ વાંજેલિયા, રણજીત ધીરુભાઈ સોલંકી/ચારોલિયા તેમજ વિક્રમ ઉર્ફ વિકુ ધીરુભાઈ સોલંકી/ચારોલિયા મળીને અલગ-અલગ જિલ્લાઓમાં ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ ગેંગનાં સભ્યો બળદગાડું લઈ ગ્રામ્ય વિસ્તારમાં ફરવા નીકળતા અને બળદ, બકરા, ઘોડા લેવા અને વેંચવાનાં બહાને ગામડાઓમાં રેકી કરતા હતા.
બાદમાં બંધ મકાનના દરવાજા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. એટલું જ નહીં તેઓ એક દિવસમાં એકથી વધુ ચોરી કરી પોતાનું રહેઠાણ પણ બદલી નાખતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગનાં અનિલ ઉર્ફ હિતેશ સુરેશભાઈ વાંજેલિયાને ઝડપી પાડ્યો છે. અને બાકીના બંનેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અનિલ પાસેથી લાયસન્સવાળી ચોરીની રિવોલ્વર 10 જીવતા કાર્ટીસ, 3 મોબાઈલ ફોન, લોખંડનો સળીયો, તેમજ ડિસમિસ કુલ મળી કી રૂ 75,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તેમણે કહ્યું છે.
- હલેન્ડામાંથી રિવોલ્વર તેમજ કાર્ટીસ સાથે બળદગાડામાં રેકી કરીને બંધ મકાનમાં ચોરી કરતી ગેંગ પકડાઇ
- પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ કામગીરી કરનાર ટીમને રૂપિયા 15 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું
- ગેંગનાં સભ્યો બળદગાડું લઈ ગ્રામ્ય વિસ્તારમાં ફરવા નીકળતા અને બળદ, બકરા, ઘોડા લેવા અને વેંચવાનાં બહાને ગામડાઓમાં રેકી કરતા
- એક દિવસમાં એકથી વધુ ચોરી કરી પોતાનું રહેઠાણ પણ બદલી નાખતા