• ખેતમજૂરોને કામ બાબતે ઠપકો આપી રહ્યા હતા. ત્યારે બાજુમાં વાડી ધરાવતા પરસોત્તમ સોરઠીયાએ આવીને તમે ગાળો બોલો છો, કહી કર્યો ઝગડો
  • ઝગડાએ ઉગ્ર સ્વરૂપ પકડી લેતા ઉશ્કેરાયેલા પરસોત્તમ સોરઠીયા અને તેના પુત્ર ઘનશ્યામ સોરઠીયા સહિતનાં પાંચ શખ્સો ધોકા, લાકડી અને કોયતા જેવા ઘાતક હથિયારો સાથે ઘસી આવ્યા
  • હત્યાના ઇરાદે હુમલો થયો હોવાથી પોતે સ્વબચાવમાં પરવાવાનાળા હથિયારમાંથી જ હવામાં ગોળીબાર કરતા હુમલાખોરો ભાગી ગયા

રાજકોટ. જાણીતા ઉદ્યોગપતી, કિશાન આગેવાન અને પક્ષીવિદ દિલીપભાઇ તંતી ઉપર રાત્રે લોધિકાના પાળ ગામની વાડીએ ગાળો બોલવા મુદ્દે પરસોત્તમ સોરઠીયા સહિતનાં પાંચ શખ્સોએ ધોકા-પાઇપ તેમજ કોયતા જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં દીલીપભાઈનું માથુ ફાટી ગયું હતું. જો કે આ હુમલામાં ઘવાયેલા દીલીપભાઇએ સ્વબચાવ માટે પરવાનાવાળી રિવોલ્વોરમાંથી હવામાં 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. જેના અવાજથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. તો સામા પક્ષે પણ એક વ્યક્તિ ફાયરીંગમાં ઇજાગ્રસ્ત થયાની વળતી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે દિલીપભાઇ તંતીએ પોલીસને કહ્યું હતું કે, પોતે રવિવારે રાતે 8 વાગે પાળ ગામમાં તેમની વાડીએ હતા. આ સમયે ખેતમજૂરોને કામ બાબતે ઠપકો આપી રહ્યા હતા. ત્યારે બાજુમાં વાડી ધરાવતા પરસોત્તમ સોરઠીયાએ આવીને તમે ગાળો બોલો છો એ અમારી વાડીમાં સંભળાય છે તેમ કહીને મોટો ઝગડો કર્યો હતો. ઝગડાએ ઉગ્ર સ્વરૂપ પકડી લેતા ઉશ્કેરાયેલા પરસોત્તમ સોરઠીયા અને તેના પુત્ર ઘનશ્યામ સોરઠીયા સહિતનાં પાંચ શખ્સો ધોકા, લાકડી અને કોયતા જેવા ઘાતક હથિયારો સાથે ઘસી આવ્યા હતા.

હુમલાખોરોએ ગાડીમાં તોફડોડ કરીને તેમનું માથું ફાડી નાખ્યું હતું. હત્યાના ઇરાદે હુમલો થયો હોવાથી પોતે સ્વબચાવમાં પરવાવાનાળા હથિયારમાંથી જ હવામાં ગોળીબાર કરતા હુમલાખોરો ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા દિલીપભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઉદ્યોગપતી, પક્ષીવિદ ઉપર ખૂની હુમલો તેમજ ફાયરીંગના બનાવની જાણ થતાં પીએસઆઇ એચ.એમ.ધાંધલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને દિલીપભાઈની ફરિયાદને આધારે પરસોત્તમ સોરઠીયા અને તેના પુત્ર ઘનશ્યામ સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

સામાપક્ષે ઘનશ્યામ પરસોત્તમભાઇ સોરઠીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં દિલીપ તંતીએ કરેલા ફાયરીંગમાં ઇજા થયાનો આરોપ મૂક્યો છે. ત્યારે હાલ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અને આરોપીઓને ઝડપી લેવા જુદી-જુદી ટીમો બનાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud