રાજકોટ. જેતપુરના સોની બજારમાં બુધવારે ધોરાજીના એક યુવકની આંખમાં મરચું ફેંકી સોનાના દાગીના અને રોકડ સહિત 35 લાખથી વધુની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. બંન્ને શખ્સો બાઈક પર આવ્યા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ જવાને કારણે પોલીસે તેના આઘારે વધું તપાસ હાથ ધરી છે.
https://youtu.be/Nahi7wF7fvY
બાઈક પર આવેલા 2 શખ્સોએ વેપારી પર મરચાનો પાવડર નાંખી લૂંટ ચલાવી
સોનાના દાગીના વેચવા આવેલા ચીમન વેકરીયા પર બે અજાણ્યા શખ્સો દ્વારા મરચાનો પાવડર ફેંકી હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ. 35 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. જેતપુરના નાના ચોક વિસ્તારમાં રમાકાંત રોડ સોની બજારમાં 2 શખ્સો બાઈક પર આવ્યાં હતા અને યુવકને આંતરી આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનામાં વેપારી ચીમન વેકરીયાને પગમાં ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
પોલીસે લુંટ ચલાવનારાઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
બન્ને શખ્સોએ સોની વેપારી પાસેથી અંદાજે 800 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડ સહિત રૂ. 35 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસ પણ લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.