• દર્દીઓએ ડિપોઝીટ ભર્યાની મોડી રાત્રે આઇસીયુમાં આગને કારણે ત્રણના મોત
  • હોસ્પિટલમાં આગની ઘટના બાદ સામે આવેલી ડિપોઝીટ રીસીપ્ટમાં થયો ખુલાસો 

WatchGujarat.  કોરોના દિવાળી બાદ વકરતા રાજ્યમાં સ્થિતી ગંભીર બની છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મધરાત્રે લાગેલી આગે કોરોના પોઝિટિવના 5​​​​​ દર્દીના મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ દર્દીએ તો કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં  26 નવેમ્બરના રોજ રૂ. 1 ક લાખ રૂપિયા ડિપોઝિટ ભરી હતી.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 5 દર્દીનાં મોત નીપજ્યાં હતાં અને બાકીના 27 દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગની ઘટના બાદ મૃતકો અને ICUમાં દાખલ થયેલા દર્દીઓની યાદીની એક તસવીર પણ જાહેર થઈ હતી. તસ્વીડ ડીપોઝીટ કલેક્શન રીપોર્ટની હતી. અને 26 નવેમ્બરની હતી. જેમાં હોસ્પિટલે મૃતકોનાં નામ સામે ચોકડી મારી હતી. તેની સાથે દાખલ થવા સમયે તેમણે કેટલી ડિપોઝિટ જમા કરી તે પણ લિસ્ટમાં દેખાઇ રહ્યું છે.

આગ અકસ્માતમાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવત, રામશીભાઇ અને કેશુભાઈ અકબરી ત્રણે દર્દીઓએ 1 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ ડિપોઝિટ રૂપે જમા કરાવ્યા હોવાનો ઉલ્લેખ છે. ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ જીતવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો. જોકે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ICUના બેડ પર જ તેમના કોરોનાથી રિકવરી પહેલાં આગ અકસ્માતમાં તેમને મોત મળ્યું હતું.

#Rajkot News #ICU
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud