• પોલીસે સૌપ્રથમ સંગઠીત ગુનાખોરી સામે ગુજસીટોકનું હથિયાર ઉગામ્યુ
  • ભીસ્તીવાડ વિસ્તારનાં 11 શખ્સો કે જે હત્યા, હત્યાની કોશિષ, મારામારી, ધાડ, અપહરણ, ખંડણી, ગેરકાયદે હથીયારો સહિતના કુલ 76 ગુનાઓમાં સંડોવાઇ ચુકયા છે

#Rajkot - પોલીસે 11 નામચીન શખ્સો સામે ઉગામ્યુ GUJCTOCનું હથિયાર, 10 સકંજામાં

WatchGujarat. GUJCTOC – શહેર પોલીસે સૌપ્રથમ સંગઠીત ગુનાખોરી સામે ગુજસીટોકનું હથિયાર ઉગામ્યુ છે. અને શહેરનાં ભીસ્તીવાડ વિસ્તારનાં 11 શખ્સો કે જે હત્યા, હત્યાની કોશિષ, મારામારી, ધાડ, અપહરણ, ખંડણી, ગેરકાયદે હથીયારો સહિતના કુલ 76 ગુનાઓમાં સંડોવાઇ ચુકયા છે. તેમના વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આ પૈકી 6 આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં અને ચાર જેલમાં છે. જ્યારે મુખ્ય સુત્રધાર ફરાર હોઇ તેની શોધખોળ ચાલી રહી છે. આ ગેંગનાં બે શખ્સોએ તો ગઇકાલે જ કુવાડવા પાસે પીએસઆઇ પર પથ્થરમારો કર્યા બાદ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બંનેને ઝડપી લીધા હતા.

આ અંગે ઝોન-2 DCPની પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના PI ચાવડાએ ફરિયાદી બનીને એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, મીરજાદ અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફ રાજન હમીદભાઇ ખીયાણી, મજીદ ઉર્ફ પપ્પુ સુલેમાનભાઇ જુણાચ, ઇમરાનભાઈ જાનમહમદ મેણુ, રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ, યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા, શાહરૂખ ઉર્ફ રાજા અલ્લારખાભાઇ ઉર્ફ બાબુ જૂણેજા, માજીદ રફિકભાઇ ભાણુ અને મુસ્તુફા ઉર્ફ હકુભા ખીયાણી સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ (ગુજસીટોક) અંતર્ગત ગુનો નોંધાવ્યો છે. #GUJCTOC

આ ટોળકી અવારનવાર એકબીજા સાથે મળી સંગઠન રચી ખૂન, ખૂનની કોશિષ, ગેરકાયદેસર હથીયારો, ધાડ પાડવી, ધમકીઓ, જૂગાર, રાયોટીંગ, જીવલણે હુમલા સહિતના ગુનાઓ આચરી પ્રજાજનોમાં ભય ફેલાવતા હતા. જેને લઈને પ્રજાજનોમાંથી આ શખ્સોનો ભય કાયમને માટે દૂર થઇ જાય અને ભયનું વાતાવરણ દૂર થાય તે માટે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભીસ્તીવાડની આ ટોળકીએ 2011 થી અત્યાર સુધીમાં 76 ગુનાઓ આચર્યા છે. #GUJCTOC

વધુમાં ડીસીપીએ જણાવ્યા મુજબ, ગુજસીટોક હેઠળ જે 11 શખ્સો સામે ગુનો દાખલ થયો છે. તેમાં તપાસને અંતે પોલીસ જરૂર જણાયે મિલ્કતો પણ ટાંચમાં લેશે. ટોળકીના સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો ખિયાણી વિરૂધ્ધ અલગ-અલગ 12 ગુના છે, મિરઝાદ સામે 06, રાજન સામે 03, ઇમરાન સામે 09, માજીદ સામે 06, રિયાઝ સામે 06, રિઝવાન સામે 05, યાસીન, મુસ્તુફા સામે 05, તેમજ શાહરૂખ ઉર્ફ રાજા સામે 04 મળી તમામ ટોળકીએ કુલ 76 ગુનાઓને અંજામ આપ્યો છે.

આ ગેંગનો મુખ્ય સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો હાલ ફરાર છે. આ સિવાયના 10 પૈકીના 4 આરોપી રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફ ભુરો તેમજ શાહરૂખ ઉર્ફ રાજા અલગ-અલગ ગુનામાં જેલહવાલે છે. બાકીના 6 પૈકી 4 સરતાજ ઉર્ફ રાજન, માજીદ ઉર્ફ પપ્પુ, ઇમરાન મેણુ, મિરજાદ ખીયાણીને પ્ર.નગર પોલીસે પકડ્યા છે. અને બે આરોપી મુસ્તુફા ખીયાણી અને માજીદ ભાણુ ફરજ રૂકાવટના ગુનામાં ગઈકાલે જ ઝડપાયા છે. અને હાલ સુત્રધાર એઝાઝને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઇ છે.

More #GUJCTOC #Criminal #Poice #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud