મારણની મિજબાની કરતા સિંહોને વાહનની લાઈટો મારી પરેશાન કરાયા
સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
વિડીયો વાયરલ થતા સિંહોની સુરક્ષા સામે વધુ એકવાર સવાલો ઉઠી રહ્યા છે
સિંહના ટોળાને પરેશાન કરનાર શખ્સો સામે ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠી
WatchGujarat. અમરેલી ગીર પંથકમાં સિંહોની પજવણીની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સાવરકુંડલા રેવન્યૂ વિસ્તારમાં મારણની મિજબાની કરતા સિંહોને કોઈએ વાહનની લાઈટો દ્વારા પરેશાન કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિંહોની સુરક્ષા સામે વધુ એકવાર સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/W8cWrmBR12A
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ સિંહોનું ગ્રુપ પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યું છે. બરાબર આ સમયે જ ત્રણેય સાવજો પર વાહનો અને હાથ બતીની લાઈટનો મારો ચલાવી તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ટ્રેક્ટર જેવા કોઈ વાહનનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે. વિડીયો વાયરલ થતા સિંહપ્રેમીઓમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આ કૃત્ય કરનાર શખ્સો સામે ત્વરિત કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગીર પંથકમાં એક મહિના પહેલા પણ સિંહોની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં કારચાલકે સિંહ પાછળ કાર દોડાવીને સિંહોની પજવણી કરી હતી. ત્યારે વધુ એક આવો જ વિડીયો વાયરલ થતા વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.