108નાં EMT અને પાયલટે કરેલી આ કામગીરીને લોકોએ બિરદાવી
મજૂરી કામ કરતી 26 વર્ષીય રમાબેન ભીલવાડા ગર્ભવતી હોઈ વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડી
બેડીપરા 108ના પાયલોટ કિરીટસિંહ જાડેજા અને EMT પિયુષ પરમાર તુરંત ઘટનાસ્થળે પહોચ્યા
WatchGujarat. રાજ્યમાં કાર્યરત 108 સેવા સાચા અર્થમાં લોકોને મદદરૂપ થતી હોવાના અનેક કિસ્સાઓ અગાઉ સામે આવી ચુક્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 108ની ટીમે કડકડતી ઠંડી અને ઘોર અંધકાર વચ્ચે ટોર્ચનાં અજવાળે જ એક ગર્ભવતી મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. 108નાં EMT અને પાયલટે કરેલી આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર, શહેરનાં મોરબી રોડ પર આસ્થા સોસાયટી પાસે રહી મજૂરી કામ કરતી 26 વર્ષીય રમાબેન ભીલવાડા ગર્ભવતી હોઈ વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડી હતી. જેને પગલે 108ને જાણ કરાતા બેડીપરા 108ના પાયલોટ કિરીટસિંહ જાડેજા અને EMT પિયુષ પરમાર તુરંત ઘટનાસ્થળે પહોચ્યા હતા. જોકે ઈએમટી પિયુષને રોડ પર સૂતેલા રમાબેનની હાલત ગંભીર જણાતા હોસ્પિટલ લઈ જવાને બદલે ત્યાં મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં સફળ પ્રસૂતિ કરાવી હતી.
આ પ્રસુતિ દરમિયાન રમાબેને એક પુત્રીને જન્મ આપ્યો હતો. બાદમાં બંનેને વધુ સારવાર માટે રાજકોટ જનાના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હાલમાં રમાબેન તેમજ તેમની પુત્રીની તબિયત એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. 108નાં સમયસરનાં નિર્ણયને લીધે સફળ પ્રસુતિ થતા પરિવારજનોએ હૃદયપૂર્વક સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ લોકોએ પણ 108ની આ કામગીરીને બે મોઢે વખાણી હતી.