2013માં ઢેબર રોડ પર શેરબજારના ધંધાર્થીની ઓફિસમાં યુવતિ નોકરી કરતી હતી
નિરજે પત્ની સાથે છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી
WatchGujarat. શહેરમાં પ્રેમનાં નામે યુવતિનાં શોષણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે પત્નીની સાથે છૂટાછેડા બાદ લગ્ન કરવાની લાલચે યુવતિને 6-6 વર્ષ પત્ની તરીકે પોતાની સાથે રાખી હતી. એટલું જ નહીં આ દરમિયાન અનેક વખત શરીર સંબંધ બાંધીને બે વખત ગર્ભ રહી જતા એબોર્શન પણ કરાવ્યું હતું. જો કે અંતે મને બીજી છોકરી મળી ગઈ છે કહી યુવકે પ્રેમીકાને તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
આ અંગે ભોગ બનનાર 35 વર્ષીય યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ગીતાનગરમાં રહેતા નિરજ વિનોદરાય આડતિયાનું નામ આપ્યું છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતે અપરિણીત છે અને 2013માં ઢેબર રોડ પર શેરબજારના ધંધાર્થીની ઓફિસમાં નોકરી કરતી હતી. ત્યારે નિરજ ઇન્વેસ્ટમેન્ટ માટે આવતો હોય બંને વચ્ચે પરિચય થયો હતો. અને મોબાઇલ નંબરની આપ-લે બાદ વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અને નિરજે પત્ની સાથે છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ વર્ષ 2014માં નિરજે પોતાની માતાએ લગ્ન બાબતે વાતચીત કરવી છે તેવું કહી યુવતિને પોતાની ઘરે બોલાવી હતી. પરંતુ હકીકતમાં ત્યાં કોઈ હતું નહીં. અને નિરજે યુવતિની મરજી વિના શરીરસંબંધ બાંધ્યો હતો. બાદમાં લગ્નની વાત કરતા નિરજ તેને પોતાના ઘરે રહેવા લઈ આવ્યો હતો. અને દોઢ વર્ષ સુધી છૂટાછેડા બાદ લગ્ન કરવાની વાતો કરી શરીર સંબંધ બાંધવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. બાદમાં માતાએ વાંધો ઉઠાવતા નિરજે નોકરીમાં બદલી કરાવી બંને મોરબીના રવાપરમાં પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા હતા.
અંતે વર્ષ 2017માં નિરજના તેની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા. અને ત્યારબાદ નિરજની રાજકોટ ખાતે બદલી થતા બંને માધાપર ચોકડી નજીક રહેવા લાગ્યા હતા. જ્યાં નિરજ યુવતિની ઓળખ પણ પત્ની તરીકે આપતો થયો હતો. પરંતુ યુવતિએ લગ્નની વાત કરતા પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હોવાનું કહીને વાત ટાળ્યા કરતો હતો. આ દરમિયાન નિરજે યુવતિ પાસે શેરની ખરીદીનાં નામે રૂ. 15 હજાર અને અન્ય બાબતે અંદાજે રૂ. 1 લાખ રોકડા પણ લીધા હતા. એટલું જ નહીં ગર્ભ રહેતા બે વખત એબોર્શન પણ કરાવ્યું હતું.
આમ યુવતિ દ્વારા 6 વર્ષમાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યા બાદ અંતે નિરજે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. અને કહ્યું હતું કે, ‘મને હવે બીજી છોકરી મળી ગઇ છે, મારે તારી સાથે લગ્ન કરવા નથી, તારે જે કરવું હોય તે કરી લે, હવે આટલો સમય થઇ ગયો હોવાથી તું કંઇ કરી શકીશ નહીં' બાદમાં પોતે યુવતિને છોડીને ચાલ્યો જતા પીડિતાનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. અને આખરે તેણીએ પોલીસની મદદ માંગતા પોલીસે આરોપી નિરજને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
- 2013માં ઢેબર રોડ પર શેરબજારના ધંધાર્થીની ઓફિસમાં યુવતિ નોકરી કરતી હતી
- નિરજે પત્ની સાથે છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી