સબજેલમાંથી ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરનારા નામચીન નિખિલ દોંગા અને સાગરીતો સામે જિલ્લા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો
સોમવારે પોલીસે કુખ્યાત નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગા અને તેના સાગરિતો શક્તિ તેમજ નવઘણને કોર્ટમાં રજૂ કર્યા
તા.13ના ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ 10 દિવસમાં નિખિલ સહિતનાઓ સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વધુ છ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા
WatchGujarat. ગોંડલ સબજેલમાંથી ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરનારા નામચીન નિખિલ દોંગા અને સાગરીતો સામે જિલ્લા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. સોમવારે પોલીસે કુખ્યાત નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગા અને તેના સાગરિતો શક્તિ તેમજ નવઘણને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં નામદાર કોર્ટે આરોપીઓનાં 20 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જેને લઈ આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
117 ગુના આચરનાર નિખિલ દોંગા સહિત 12 સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં અન્ય 7 આરોપીઓએ નિખિલ દ્વારા ઓર્ડર મળ્યો હોવાથી ગુનો કરતા હોવાની કબૂલાત આપી છે. ગત તા.13ના ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ 10 દિવસમાં નિખિલ સહિતનાઓ સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વધુ છ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. નિખિલની ગેંગનો ભોગ બનનાર લોકો પોલીસની કામગીરીથી પ્રભાવિત થઇ ફરિયાદ નોંધાવવા બહાર આવવા લાગ્યા છે. અને વધુ પાંચ ગુના નોંધાય તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
નિખિલ દોંગા અને તેની ગેંગની મોડસ ઓપરેન્ડી
ઉલ્લેખનીય છે કે, નામચીન નિખિલ દોંગા અને તેની ગેંગ લોકોને ધાકધમકી આપી, માર મારીને મિલકતને નુકસાન પહોંચાડવા સહિત મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય 6 લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. બાદમાં પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હતા. માત્ર નિખિલ માતા-પિતાની બીમારીના બહાના બતાવી 7 વર્ષમાં 19 વખત પેરોલ-વચગાળાના જામીન મેળવી 329 દિવસ જેલ બહાર રહ્યો હોવાનું સામે આવ્યું છે.
નિખિલ દોંગા અને ગેંગનો ગુનાહિત ઈતિહાસ
નિખિલ દોંગા અને તેની ગેંગ વિરૂદ્ધ ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર તેમજ રાજકોટનાં ભક્તિનગર, માલવિયાનગર, ગાંધીગ્રામ, તાલુકા પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, ઉપરાંત લીંબડી, થાન, જોરાવરનગર કેશોદમાં પણ ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગાએ 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના આચર્યા છે. તો હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે 32, વિજય જાદવ સામે 13, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે 7, વિશાલ પાટકર સામે 6, દેવાંગ જોષી સામે 5, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે 4-4, અને નરેશ સિંધવ સામે 3 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.