રામાપીર ચોકડી પાસેનાં સમર્પણ કોમ્પ્લેક્ષમાં આવેલ માસ્ટર કોમ્પ્યુટર રીપેરીંગ નામના ક્લાસીસમાં કોમ્પ્યુટર શીખવા માટે જતી
એક દિવસ બીજા વિદ્યાર્થીઓ નહીં હોવાથી પોતે એકલી હતી ત્યારે સંચાલક ભાર્ગવ શૈલેષભાઇ દવેની દાનત બગડી
ભાર્ગવે પખવાડિયા પૂર્વે જ ટ્યુશન ક્લાસીસને બ્લેકમેઇલ કરી પત્રકારના નામે પૈસા માંગી માર મારી 2500 પડાવી લીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી હતી
WatchGujarat. શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ ઘટના સામે આવી છે. જેમાં સગીર વયની છાત્રાએ જ ટ્યુશન સંચાલક સામે મહિલા પોલીસમાં યૌનશોષણની ફરિયાદ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. પીડિતાનાં જણાવ્યા મુજબ આરોપીએ ભાઈ-પિતાને મારી નાખવાની ધમકી આપીને કલાસીસમાં જ પ્રથમ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. હાલ ફરિયાદને આધારે મહિલા પોલીસે હવસખોરને સકંજામાં લઇ જરૂરી તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પીડિતા રામાપીર ચોકડી પાસેનાં સમર્પણ કોમ્પ્લેક્ષમાં આવેલ માસ્ટર કોમ્પ્યુટર રીપેરીંગ નામના ક્લાસીસમાં કોમ્પ્યુટર શીખવા માટે જતી હતી. દરમિયાન એક દિવસ બીજા વિદ્યાર્થીઓ નહીં હોવાથી પોતે એકલી હતી ત્યારે સંચાલક ભાર્ગવ શૈલેષભાઇ દવેની દાનત બગડી હતી. ભાર્ગવે તેણીને પરાણે ખુરશીમાં શારીરિક અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. અને વિરોધનો પ્રયાસ કરતા ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત જો ક્લાસીસમાં નહીં આવે તો પણ મારી નાખવાની ધમકી આપી હતી. જો કે બાદમાં સિલસિલો યથાવત બનતા થોડા દિવસોમાં કોમ્પ્યુટર શીખવવાના બહાને બે વખત દુષ્કર્મ કર્યું હતું. સાથે જ તેમનો મિત્ર પોલીસમાં હોઈ ઊંચી ઓળખાણની ધમકીઓ પણ આપી હતી. અને ગત 6 નવેમ્બરે ફરી એકલતાનો લાભ લઈ હવસનો શિકાર બનાવી હતી. અંતે કંટાળીને પોતે સમગ્ર હકીકત અંગે માતાને વાકેફ કરતા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભાર્ગવે પખવાડિયા પૂર્વે જ ટ્યુશન ક્લાસીસને બ્લેકમેઇલ કરી પત્રકારના નામે પૈસા માંગી માર મારી 2500 પડાવી લીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી હતી. 6 નવેમ્બરે સગીરા સાથે થયેલ દુષ્કર્મ સમયે કોઈ અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને પ્રેસવાળાની ઓળખ આપી ભાર્ગવને ધમકાવી મારકૂટ કરી પીડિતાને ઘરે જવા રવાના કરી દીધી હતી. ત્યાર પછી તેણીએ ક્લાસમાં જવાનું બંધ કરી દીધું છે. ત્યારે હવે બ્લેકમેઇલની ફરિયાદ કરનાર ભાર્ગવ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.