• નવરંગપરા શેરી નંબર-11માં આવેલા અંજલી બોકસ નામનાં કારખાનાની અગાસી ઉપર એક લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી.
  • પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ 44 વર્ષીય મહેશ ઉર્ફે કાળીયો મગનભાઈ પ્રજાપતિ હોવાનું અને તે દારૂનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે

રાજકોટ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. ત્યારે મવડી પ્લોટનાં નવરંગપરામા એક યુવકની પથ્થરનાં ઘા ઝીંકીને હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક પોતે પણ હત્યાનાં ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ નવરંગપરા શેરી નંબર-11માં આવેલા અંજલી બોકસ નામનાં કારખાનાની અગાસી ઉપર એક લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. મૃતકનાં શરીરની ઉપર કમરથી ઉપરનાં ભાગે ભાગમાં છરીનાં ઘા તેમજ પથ્થરથી માર માર્યાનાં નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ 44 વર્ષીય મહેશ ઉર્ફે કાળીયો મગનભાઈ પ્રજાપતિ હોવાનું અને તે દારૂનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ તે હત્યાનાં ગુનામાં સંડોવાયેલો અને 2009માં પથ્થરનાં ઘા ઝીંકી ત્રણ લોકોની હત્યા કરી ચુક્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ પોલીસે તેની હત્યા કોણે અને શા માટે કરી તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૦૯માં મહેશ ઉર્ફ હરેશ ઉર્ફ કાળુ પ્રજાપતિએ સાગ્રીત બાદલ ઉર્ફ ભૈયા સાથે મળીને ત્રણ ભિક્ષુકોને ભરઉંઘમાં પથ્થરો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. કોઇપણ ભિક્ષુક રાજકોટમાં રહેવા જ  ન જોઇએ તેવું તે ઇચ્છતો હોઇ જેથી તેણે તે વખતે થોરાળા પોલીસની હદમાં આ રીતે બે ભિક્ષુકને અને એ-ડિવીઝન પોલીસની હદમાં એક ભિક્ષુકની પથ્થર ફટકારી હત્યા કરી હતી. તે વખતે સતત ત્રણ ત્રણ હત્યાનો પથ્થર ફટકારીને કરવામાં આવી હોઇ સ્ટોન કિલરનાં નામથી ઓળખાવા લાગ્યો હતો. અને પોલીસે પણ તેને પકડવા ભારે દોડધામ કરવી પડી હતી. પોતે જે રીતે હત્યા કરતો એવી જ રીતે તેની હત્યા થતા પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud