પાંચ વર્ષ અગાઉ હેમંત ચૌહાણે ફોન પર સ્ટુડિયો સંચાલકને મારવાની ધમકી આપતી ઓડિયોક્લિપ વાયરલ થઈ હતી.
લાંબો સમય સુધી કોઈ કાર્યવાહી ન થવાને કારણે RTI કર્યા બાદ ડિવિઝન પોલીસે તેમની અટકાયત કરી હતી
રાજકોટ : એ-ડિવિઝન પોલીસે સુપ્રસિદ્ધ ભજન ગાયક હેમંત ચૌહાણની અટકાયત કરી છે. પાંચ વર્ષ અગાઉ હેમંત ચૌહાણે ફોન પર સ્ટુડિયો સંચાલકને મારવાની ધમકી આપી હતી. જેની ઓડિયોક્લિપ પણ વાયરલ થઈ હતી. ત્યારે આ મામલે તેમની અટકાયત કર્યા બાદ થોડી જ કલાકોમાં જામીન પર છોડવામાં આવ્યા છે. જો કે સુપ્રસિદ્ધ કલાકારની અટકાયતનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
જાણવા મળતી વિગત મુજબ વર્ષ 2015 માં હેમંત ચૌહાણે શિવ સ્ટુડિયોનાં મલિક ભાવિન ખખ્ખરને ફોન કરી ટાંટિયા ભાંગી નાખવાની અને માર મારવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી. ત્યારે આ અરજી એ ડિવિઝનમાં ટ્રાન્સફર થતાં પોલીસે હેમંત ચૌહાણની અટકાયત કરી હતી.
ભાવિન ખખ્ખરનાં જણાવ્યા અનુસાર, ઓડીયો ક્લિપ વાયરલ થયા બાદ તેમણે પોલીસમાં અરજી કરી હતી. જો કે લાંબો સમય સુધી કોઈ કાર્યવાહી ન થવાને લઈ તેમણે આ અરજી અંગે RTI કરી હતી. જેને પગલે એ ડિવિઝન પોલીસે તેમની અટકાયત કરી હતી. પરંતુ જામીન લાયક ગુનો હોવાથી તાત્કાલિક છોડી દેવામાં આવ્યા હતા.