જુગાર રમતા આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસ મથકમાં પોલીસકર્મીઓએ જ જુગાર રમવાનું શરૂ કર્યું હતું.
તમામને રૂબરૂ બોલાવી નિવેદન નોંધી સમગ્ર તપાસ કરવામાં આવી હતી. અને તેનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવ્યો.
દ્વારકા : સામાન્ય રીતે પોલીસનું કામ ગુનેગારોને ઝડપી લઈ સજા અપાવવાનું હોય છે. પરંતુ ખંભાળિયા ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં જુગાર રમતા આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસ મથકમાં પોલીસકર્મીઓએ જ જુગાર રમવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાને કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈ ત્વરિત પગલાં લેતા જિલ્લા પોલીસ વડા દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને સમગ્ર ઘટનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ મથકમાં આરોપીઓ બાંકડા પર બેઠા છે. અને તેની સામે જ ચાર પોલીસ કર્મચારીઓ જુગાર રમી રહ્યા છે. જ્યારે અન્ય એક કર્મચારી કંઈક કામ કરી રહ્યો છે. જાણવા મળતી વિગત મુજબ આ વીડિયો જન્માષ્ટમીનો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
https://youtu.be/mfK2VbW-3LA
આ અંગે એલસીબી PI જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમતી હોવાનો તેવો વીડિયો વહેતો થયો છે. જેની સામે જુગારમાં જે આરોપીઓ ઝડપાયા છે તે પણ બેઠા છે. આ તમામને રૂબરૂ બોલાવી નિવેદન નોંધી સમગ્ર તપાસ કરવામાં આવી હતી. અને તેનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીનાં જણાવ્યા મુજબ આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન વિડીયોમાં જોવા મળતા કર્મચારીઓ દિલીપસિંહ, શક્તિસિંહ, સુખદેવસિંહ અને હરદીપસિંહ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ચારેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વડાની આ કડક કાર્યવાહીને લઈને સમગ્ર જિલ્લાના પોલીસકર્મીમાં ફફડાટ ફેલાઈ ગયો છે.