ASI બળવંતસિંહ ખેંગારસિંહ જાડેજાએ ટ્રાફિક પોઈન્ટની ફાળવણી માટે ફરિયાદી પાસે લાંચ માંગી હતી
પોલીસ કંટ્રોલ રૂમ બહાર અમૂલ પાર્લર પાસે રૂપિયા 5 હજારની લાંચ સ્વીકારતા આબાદ ઝડપાઇ ગયા
રાજકોટ : શહેર પોલીસમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં ASI તરીકે ફરજ બજાવતા તેમજ અગાઉ વર્ષો સુધી ટ્રાફિકમાં ફરજ બજાવી ચૂકેલા બી. કે. જાડેજા રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ASI બળવંતસિંહ ખેંગારસિંહ જાડેજાએ ટ્રાફિક પોઈન્ટની ફાળવણી માટે ફરિયાદી પાસે લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા ઇન્સ્પેક્ટર પી. કે ગઢવી સહિત તેમની ટીમે જાડેજાને પોલીસ કમિશ્નર કચેરી નજીકથી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.
બળવંતસિંહ ખેંગારસિંહ જાડેજા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં ASI તરીકે ફરજ બજાવે છે. જ્યારે ફરીયાદી શહેર ટ્રાફિક શાખામાં કાર્યરત છે. મંગળવારે ડ્યુટીની ફાળવણી સમયે ફરિયાદીને ટ્રાફિક સેક્ટર મોબાઈલમાં ફરજ ઉપર મુકાયા હતાં. બાદમાં બળવંતસિંહે કહ્યું હતું કે, ટ્રાફિકની મોબાઇલમાં ફરજ બજાવવા બદલ વહીવટ કરવો પડશે. અને જો વહીવટ નહીં કરો તો હેરાનગતિ થશે તેવું કહી ફરિયાદી પાસેથી રૂપિયા 5 હજારની માંગ કરી હતી.
લાંચની માંગ થતા ફરિયાદીએ આ રકમ આવતીકાલે આપવાનું જણાવી ACB નો સંપર્ક કર્યો હતો. જેને લઈને ACB ઇન્સ્પેકટર પી.કે. ગઢવીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં બળવંતસિંહ જાડેજા શહેર પોલીસ કંટ્રોલ રૂમ બહાર અમૂલ પાર્લર પાસે રૂપિયા 5 હજારની લાંચ સ્વીકારતા આબાદ ઝડપાઇ ગયા છે. હાલ ACB એ બળવંતસિંહ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ASI બળવંતસિંહ ખેંગારસિંહ જાડેજાએ ટ્રાફિક પોઈન્ટની ફાળવણી માટે ફરિયાદી પાસે લાંચ માંગી હતી
- પોલીસ કંટ્રોલ રૂમ બહાર અમૂલ પાર્લર પાસે રૂપિયા 5 હજારની લાંચ સ્વીકારતા આબાદ ઝડપાઇ ગયા