• રાજકોટ ગત તા. 27 નવેમ્બરની મોડી રાત્રે કોવિડ હોસ્પિટલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી.
  • 30 સેકેન્ડમાં આગ લાગી હતી.
  • ICU ઇમર્જન્સી એક્ઝીટ બંધ હતુ, બેદરકારીના કારણે આગ લાગતા 304 A હેઠળ ગુનો નોંધાયો
  • ICUમાં આગ લાગતા પાંચ દર્દીઓ જીવતા ભૂંજાયા હતા.
  • સમગ્ર મામલની તપાસમાં માટે તાત્કાલીક SITની રચના કરવામાં આવી હતી.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘટનાની તપાસ નિવૃત્ત જસ્ટીસ કે.એ પુંજને સોંપી હતી.
  • તમામ સામે સપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો

#Rajkot - ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ : 'SIT' તપાસ બાદ 5 દર્દીના મોત મામલે સંચાલક, ડોકટર સહીત પાંચ સામે ગુનો નોંધાયો

WatchGujarat.  શહેરનાં મવડી વિસ્તારમાં આનંદ બંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત તારીખ 27નાં રોજ ભીષણ આગ લાગી હતી. આ આગમાં પાંચ લોકો જીવતા ભડથું થતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. ત્યારે આજરોજ આ તપાસ અંગે માહિતી આપવા ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ સમગ્ર મામલે હોસ્પિટલનાં સંચાલકો તેમજ ડોક્ટર્સની બેદરકારી સામે આવી છે. જેને લઈને આ તમામ પાંચ ડોક્ટર્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને કોરોના ટેસ્ટ બાદ તમામની અટકાયત કરવામાં આવનાર છે.

ડીસીપીનાં જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન બનાવ સમયે ફરજ પર હાજર હોસ્પીટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, તેમજ કોવીડ હોસ્પીટલની મળેલ મંજુરી અંગેના લગત ડીપાર્ટમેન્ટના મંજુરીના કાગળો વિગેરે દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી આ બનાવને લગત જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમજ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના સીસીટીવી રેકોર્ડીંગ ડીવીઆર અસલ કન્જ લઈ પરીક્ષણ માટે એફએસએલ કચેરી ગાંધીનગર ખાતે તાત્કાલીક મોકલવામાં આવ્યા હતા.

આ બનાવમાં મૃત્યુ પામનાર પાંચેય દર્દીઓના પી.એમ. રીપોર્ટ આવતા (1) કેશુભાઈ લાલજીભાઈ અકબરીનું મૃત્યુ ગુંગળામણના કારણે તેમજ (2) રામશીભાઈ મોતીભાઈ લોહ (3) રસીકલાલ શાંતીલાલ અગ્રાવત (4) સંજયભાઈ અમૃતભાઈ રાઠોડ (5) નીતીનભાઈ મણીલાલ બદાણીના મૃત્યુ શરીરે દાઝી જવાથી થયા હોવાનું પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં સ્પષ્ટ થયું છે. સાથે જ તપાસ દરમિયાન હોસ્પીટલનાં ICU વોર્ડનું ઈમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં હોવાનું તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ પણ ઉભો કર્યો  હોવાનું સામે આવ્યું છે.

આ કારણે ICU વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો. સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. તેમજ ઈમરજન્સી સમયે હોસ્પીટલમાંથી બહાર જવા માટે કોઈ દરવાજો પણ નહોયો. માત્ર ચાર ફુટની પહોળાઈ ધરાવતા પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. જોકે ગ્રાઉન્ડ ફ્લોરમાં બે દરવાજા હતા. પરંતુ ત્યાં કોઈપણ જાતના ફાયર સાઈન બોર્ડ કે અન્ય કોઈ રીફલેકટર મારફતે ઈમરજન્સી એક્ઝીટ પણ દર્શાવ્યું નહોતું. ICU પાસે રાખવામાં આવેલ ફાયર એસ્ટીમ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શક્યો નહોતો. અને ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમ જેવી વ્યવસ્થા પણ નહોતી. આમ NBC તથા NABH & FIRE SAFETY ની ગાઈડ લાઈનનું પાલન ન કરીને હોસ્પિટલનાં સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી છે.

જેને પગલે પાંચ દર્દીઓનાં મોત નિપજ્યા હોવાનું સ્પષ્ટ થતા ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા (ચેરમેન-ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મનપા પાસેથી મેળવી છે. તથા ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા સામે પણ માલવીયાનગરમાં ગુ.ર.નં-૧૧૨૦૮૦૪૫૨૦૨૧૪૦/ ૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૪ (અ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આરોપીઓ ડો.પ્રકાશ મોઢા, તથા વિશાલ મોઢા તથા તેજસ કરમટા નાઓના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુન્હાની આગળની તપાસ રાજકોટ તાલુકા પો.સ્ટે.ના PI જે.વી.ધોળાને સોપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

More #ઉદય હોસ્પિટલ #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud